પંચમહાલ: શહેરા નગરપાલિકાના ભુતપુર્વ કારોબારી અધ્યક્ષની આત્મવિલોપનની ચીમકીના મુદ્દે શિવસેના દ્વારા પ્રાન્ત અધિકારીને લેખિત આવેદન.
વિજય કુમાર, શહેરા
પંચમહાલની શહેરાનગર પાલિકાના ભુતપુર્વ કારોબારી અધ્યક્ષ દ્વારા પાલિકાને સુપરસીડ કરવા તેમજ નગરપાલિકાનાસભ્ય સામે પગલા લેવા માટે જવાબદાર તંત્રને અરજી આપી હોવા છતા કોઈ પરિણામ ન મળતા આખરે માજી કારોબારી અધ્યક્ષ પ્રવિણચંદ્ર દરજી દ્વારા આત્મ વિલોપનની ચીમકી ઉચ્ચારવામા આવી છે તેના પગલે હવે શિવસેના પણ તેમની વ્હારે આવ્યુ છે. જીલ્લા શિવસેના પ્રમુખે શહેરા પ્રાન્ત અધિકારીને લેખિતમા આવેદનપત્ર આપી જણાવ્યુ છે કે પ્રવિણચદ્ર્ દરજી દ્વારા તેમને કરેલી અરજીઓના જવાબના વિલંબના કારણે આત્મ વિલોપનની ચીમકીઉચ્ચારવામા આવી છે જો તેઓ આત્મ વિલોપન કરશે તો શિવસેના ઉગ્ર આંદોલન કરશે.
પંચમહાલ જીલ્લા શિવસેના પ્રમુખ લાલાભાઈ ગઢવીએ શહેરાપ્રાન્ત અધિકારીને આપેલા આવેદનપત્રમા જણાવ્યુ હતુ પ્રવીણચંદ્ર હરજીવન ભાઈ દરજી દ્વારા શહેરા નગર પાલિકાના કામોની તપાસ કરી યોગ્ય પગલા ભરવા તેમજ નગરપાલિકાને સુપરસીડ કરવા માટે કારણો સહીત રજુઆત કરેલ હતી.૨૦૧૬મા નગર પાલિકાનાસભ્યોએ સત્તાનોદુર ઉપયોગ કરીને કામગીરી કરેલહોઈ તેનો પણ મુદ્દાસર લેખિતમા તંત્રને જાણ કરી હતી પરતુ તેના અંગે કોઈ પગલાના લેવાતા તેઓ દ્વારા આત્મવિલોપનની ચીમકી આપવામા આવી હતી.તો આ બાબતે શુ કામગીરી કરવામા આવેલ છે કે પછી તપાસ નહી કરીને આત્મ વિલોપન કરવાની ફરજ પાડવામા આવી છે.? જો પ્રવિણચંદ્ર દરજીને પુરતો ન્યાય નહી આપવામા આવે તો અને તેઓ આત્મવિલોપન કરશે તો શિવસેના પંચમહાલ સડકોઉપર ઉતરીને ઉગ્ર આંદોલન કરશે તેવી લેખિત રજુઆત કરવામા આવી છે.
પંચમહાલ જિલ્લાના શિવસેના પ્રમુખ લાલાભાઇ ગઢવીએ POG.COM સાથે વાતચીત કરતા જણાવ્યુ કે ” પ્રવિણભાઇ ન્યાય માટેની લડાઇ રહી રહ્યા છે.અમે તેમને ન્યાય અપાવા માટે તેમના સર્મથનમાં ઉતર્યા છે.