કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ઓટાવામાં તેમના પરિવાર સાથે રેલીને સંબોધતા ચૂંટણીમાં વિજયની જાહેરાત કરી. 2015 થી સત્તા પર રહેલા જસ્ટિન ટ્રુડોએ આ વખતે ચૂંટણી વહેલી પૂરી કરાવીને પાસા ફેંક્યા હતા, જે તેમની તરફેણમા પડ્યા છે. સોમવારે તેમની પાર્ટીએ સત્તા પરની પકડ જાળવી રાખી હતી. જોકે, લિબરલ પાર્ટી બહુમતી મેળવી શકી નથી. તેમણે કહ્યું, “તમે (કેનેડિયન) અમને સ્પષ્ટ આદેશ સાથે ફરી પાછા મોકલી રહ્યા છો કે રોગચાળો પસાર થવાનો છે અને સારા દિવસો આવવાના છે.” મુખ્ય વિપક્ષ કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા એરિન ઓ ટુલે હાર સ્વીકારી છે. તેમની પાર્ટી બીજા ક્રમે આવી અને 121 બેઠકો પર લીડ મેળવી છે.
આગાહી થઇ છે કે ટ્રુડોની લિબરલ પાર્ટીને હાઉસ ઓફ કોમન્સના નીચલા ગૃહમાં બહુમતી નહીં મળે. એટલે કે, તેમને અમુક પક્ષના ટેકાની જરૂર પડશે. દેશના ચૂંટણી પંચ ચૂંટણી કેનેડા અનુસાર, લિબરલ પાર્ટી 156 બેઠકો પર આગળ છે, જે ગત વખત કરતા એક બેઠક વધારે છે. તેને ઑન્ટારિયો અને ક્વિબેકમાં 111 બેઠકો મળી રહી છે. હાઉસ ઓફ કોમન્સમાં 338 બેઠકો છે અને પાર્ટીને બહુમતી માટે 170 ની જરૂર છે. કન્ઝર્વેટિવ પાર્ટીએ લોકપ્રિય મત જીત્યા હોય તેવું લાગતું હતું, પરંતુ લિબરલ પાર્ટીને શહેરી વિસ્તારોમાં જબરજસ્ત ટેકો મળ્યો, જે બહુમતી બેઠકો ધરાવે છે. 49 વર્ષીય જસ્ટિન ટ્રુડો પ્રભાવશાળી નેતા સાબિત થયા છે.
તેમના પિતા પિયર ટ્રુડો એક ખેડૂત હતા અને લિબરલ પાર્ટી તરફથી વડાપ્રધાન પણ બન્યા હતા. 2015 માં, જસ્ટિન ટ્રુડો સંપૂર્ણ બહુમતી સાથે સત્તા પર આવ્યા, પરંતુ 2019 માં તેમની બહુમતી છીનવાઈ ગઈ અને તેમણે ચાર વર્ષ લઘુમતી સરકાર ચલાવી. હવે ફરીથી લઘુમતીમાં રહેવાનો અર્થ એ થશે કે મુખ્ય ઠરાવ પસાર કરવા માટે ટ્રુડોએ ફરીથી ભારતીય મૂળના જગમીત સિંહના નેતૃત્વવાળી ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી પર આધાર રાખવો પડશે.
કેનેડામાં પૂર્ણ બહુમતી માટે કોઈ પાર્ટીએ લોકસભામાં 338 સીટમાંથી 170 સીટ જીતવી જરૂરી છે. આ ચૂંટણીમાં ટ્રુડોની લિબરલ પાર્ટીએ 156 સીટ જીતી હતી, જ્યારે કન્ઝર્વેટિવ પાર્ટીએ 123 સીટ પર વિજય મેળવ્યો છે. 2019માં થયેલી ચૂંટણીમાં ટ્રુડોની પાર્ટીએ 157 સીટ અને કન્ઝર્વેટિવ પાર્ટીએ 121 સીટ પર જીત નોંધાવી હતી.ચૂંટણી પ્રચાર દરમિયાન, જસ્ટિન ટ્રુડોની સ્થિતિ નબળી દેખાઈ રહી હતી અને થોડા સમય માટે એવું લાગતું હતું કે તેઓ સરકાર બનાવવા માટે જરૂરી બેઠકો મેળવવા પાછળ પડી શકે છે. પરંતુ પરિણામ 2019 ની ચૂંટણી જેવું જ રહ્યું, જેમાં ટ્રુડોએ લઘુમતી સરકાર બનાવી અને ચલાવી.