Proud of Gujarat
FeaturedGujarat

સાંધીએરના યુવા ખેડૂતે નવ વિંઘામાં નીલગીરીનું વાવેતર કરી સરકારી સહાયનો લાભ લીધો…

Share

દિનેશભાઇ અડવાણી

ખેડૂત વિરલ પટેલે ‘વૃક્ષ ખેતી યોજના’ અંતર્ગત નીલગીરીના રોપાઓના માટે રૂ.૧.૦૮ લાખની સરકારી સહાય મેળવી નીલગીરીના લાકડામાંથી ખેડૂત એક-દોઢ વર્ષ બાદ અંદાજીત રૂ.આઠ લાખની આવક મેળવી શકશે ગ્લોબલ ર્વોમિંગના પડકારોનો સામનો કરવા કોઈ વિકલ્પ હોય તો તે ધરતીના શણગાર સમા લીલાછમ વૃક્ષો છે.ગુજરાત સરકારે અમલમાં મુકેલ સામાજિક વનીકરણ વિભાગની અનેક કલ્યાણકારી યોજનાઓમાં પર્યાવરણ સંરક્ષણની આ’વૃક્ષ ખેતી યોજના’ખેડૂતો માટે આશિર્વાદરૂપ બની છે,ત્યારે ઓલપાડ તાલુકાના સાંધીએર ગામના યુવા ખેડૂત વિરલ બળવંત પટેલને અટોદરા ખાતેની હાઈટેક નર્સરીમાંથી વૃક્ષ ખેતી યોજના અંતર્ગત નવ હજાર નીલગીરીના રોપાઓ આપવામાં આવતા તેમણે નીલગીરીનું વાવેતર કર્યું હતું.                             
           સાંધીએરના યુવા ખેડૂત વિરલ પટેલ જણાવ્યું હતું કે,નીલગીરીની ખેતીમાં ઓછી મહેનતે ત્રણથી ચાર વર્ષમાં સારી આવક મેળવી શકાય છે.તેમણે મે,૨૦૧૭-૧૮ના વર્ષમાં નવ વિંઘા જમીનમાં નવ હજાર રોપાઓનું વાવેતર કર્યું હતું.નીલગીરીના રોપાદીઠ રૂ.પાંચના ભાવે નર્સરીમાંથી નવ હજાર રોપાઓની ખરીદી કરી હતી.જેમાં રાજ્ય સરકાર દ્વારા વૃક્ષ ખેતી યોજના અન્વયે પ્રથમ વર્ષે રોપાદીઠ રૂ.આઠના ભાવે રૂ.૭૨ હજારની સહાય તથા બીજા વર્ષે રૂ.ચારના ભાવે ૩૬,૦૦૦ની સહાય મેળવી હતી.ખેડૂતના કહેવા મુજબ નીલગીરીમાંથી વિંઘા દીઠ અંદાજે ૩૦ ટનથી વધુનું ઉત્પાદન થતા વાવેતરના એક દોઢ વર્ષ પછી વિંઘા દીઠ નવ વિંઘામાં ૨૭૦ થી વધુ ટન નીલગીરીના લાકડાનું ઉત્પાદન થશે.જ્યારે હાલમાં ગુણવત્તાવાળા નીલગીરી લાકડાનો એક ટન દીઠ ભાવ રૂ.૨૫૦૦ થી ૩૩૦૦ નો છે.જેથી એક થી દોઢ વર્ષ બાદ નીલગીરીના લાકડામાંથી તેઓ અંદાજીત રૂપિયા આઠ લાખથી વધુની આવક થશે.
મેટર-પાકને પવનથી રક્ષણ આપવા નીલગીરીનું વાવેતર ખેતરના શેઢા પર કરી શકાય. નાના અને સીમાંત ખેડૂતો પોતાના ખેતરના શેઢા ઉપર નીલગીરીના વૃક્ષો વાવીને વધારાની આવક પણ મેળવી શકે છે.આ પ્રકારના વૃક્ષો વાવવાથી ખેતીના પાકને નુકસાન કરતા સીધા પવનથી બચાવી શકાય છે.નીલગીરીના વૃક્ષો વાવેલા હોય તો તે પવન અવરોધકનું કામ કરે છે,અને ખેતરના શેઢા પાળાનું ધોવાણ થતું અટકાવે છે.

Advertisement


Share

Related posts

નર્મદા જિલ્લામાં પીએમ મોદીનું વિરોધ સાથે સ્વાગત:કેવડિયાના ગોરા ગામના પુલ પર મોદીનું ફાંસો ખાતું પૂતળું લટકાવ્યું.

ProudOfGujarat

માંગરોળના 39 ગામની શાળા આંગણવાડીમાં પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી કરાઇ

ProudOfGujarat

ભરૂચ : મહાદેવનગર સોસાયટીમાંથી રૂ. 13 લાખથી વધુનાં દારૂનાં મુદ્દામાલ સાથે પ્રોહિબિશનનાં 2 ગણનાપાત્ર કેસ શોધી કાઢતી એલ.સી.બી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!