Proud of Gujarat
FeaturedGujarat

હવામાન ખાતાની આગાહીના પગલે ઓલપાડમાં એન.ડી.આર.એફ ની ટીમ સ્ટેન્ડ બાય…

Share

આસ્તિક પટેલ ઓલપાડ 

હવામાન ખાતા દ્વારા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરતા રાજ્ય સરકારે હાલ તો એન.ડી.આર.એફ ની એક ટીમ તૈનાત કરતા લોકોએ રાહતનો દમ જરૂર લીધો છે.પરંતુ હવામાન ખાતાની ભારે વરસાદ પડવાની આગાહી પછી પણ સુરત જિલ્લાના એકમાત્ર ઓલપાડ તાલુકામાં વરસાદના રિસામણાના પગલે ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે.

Advertisement

હાલમાં રાજ્યના હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ઉપરાંત ઓલપાડ તાલુકામાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહીના પગલે એન.ડી.આર.એફની એક ટીમને ઓલપાડ ખાતે સ્ટેન્ડ બાય તૈનાત કરી છે.જ્યારે જિલ્લા કલેકટરે પણ તાલુકાના સરકારી બાબુઓની રજા રદ કરી ભારે વરસાદને પહોંચી વળવા તંત્રને એલર્ટ કર્યું છે.આજે રવિવારે એન.ડી.આર.એફ ના અધિકારી આર.બી.ગૌરવ ૬ બટાલીયનની એક ટીમમાં ૩૦ સભ્યોની ટુકડી સાથે ઓલપાડ ખાતે આવી પહોંચતા તેને તૈનાત કરી હતી.જા કે હાલ તો ઓલપાડ તાલુકામાં ભૂકંપના આફતર શોર્ટની જેમ વરસાદી ઝાંપટા બાદ વરસાદે વિરામ લેતા અતિભારે વરસાદની આગાહીના નામે મીંડુ જણાતા સરકારી તંત્ર પણ હવામાન ખાતાની આગાહીને હળવાશથી લઇ રહ્યું છે.જ્યારે તાલુકાના દરિયાઇ કાંઠાના ગામોમાં ડાંગરના પાક ઉપર જીવન નિર્ભર ખેડૂતો ડાંગરના ક્યારામાં પાણી ભરાય તેટલો વરસાદ ન પડતા ખેડૂતો ડાંગરની રોપણી પણ કરી શક્યા નથી.જેથી ચાલુ સિઝનમાં તેઓનો જીવનનિર્વાહ કેવી રીતે થશે તેની ચિંતા સતાવી રહી છે.જો કે હાલ તો ઓલપાડ તાલુકાના મોટાભાગના ગામના ખેડૂતો હવામાન ખાતાની આગાહી સાચી પડે અને ખેતી લાયક વરસાદ થાય એવી પ્રાર્થના સાથે મંદિરમાં ભગવાનનું શરણું લઇ ભજન-કિર્તન અને ધૂન મચાવીને બેઠા છે.

ઓલપાડ તાલુકાના ખેડૂતોને બે કલાક વધુ વીજ પુરવઠો આપવામાં અન્યાય.દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ પૈકી સુરત જિલ્લાના અન્ય તાલુકાઓને બાદ કરતા એકમાત્ર ઓલપાડ તાલુકામાં સૌથી ઓછો વરસાદ પડ્યો છે.જ્યારે રાજ્ય સરકારે તાજેતરના વિધાનસભા સત્રમાં જે વિસ્તારમાં ઓછો વરસાદ પડ્યો હશે તે વિસ્તારમાં બે કલાક વધુ વીજ પુરવઠો આપવાની જાહેરાત કરી છે.પરંતુ સુરત જિલ્લાના વરસાદી આંકડાના પગલે આ લાભ ઓલપાડ તાલુકાના ખેડૂતોને આપવામાં વીજતંત્રએ આંખ આડા કાન કરતા તાલુકાના પૂર્વ વિભાગના ખેડૂતોમાં રોષનો લાવારસ ભભૂકી રહ્યો છે.જ્યારે રાજ્ય સરકારે તાજેતરમાં એગ્રીકલ્ચર ફીડરમાંથી અપાતા નાઇટ વીજ પુરવઠાના શિડ્યુલના સમયમાં ફેરફાર કરી દિવસનું રોટેશન વહેલી સવારે મળસ્કે ૫ કલાકથી બપોરે ૧ કલાકનું કરી દેતા વહેલી સવારે મજુર સમસ્યાના કારણે આ સમયના બદલે સવારે ૭ કલાકથી ૩ કલાકનું કરવા માંગ કરી છે.આ મામલે ઓલપાડના જાગૃત ધારાસભ્ય મુકેશ પટેલ દરમ્યાનગીરી કરી આ બંન્ને લાભો ખેડૂતોને અપાવે તેવી માંગ કરી છે.


Share

Related posts

ભરૂચ : બાયપાસ ચોકડી પરનો ઓવરબ્રિજ બન્યો જર્જરિત, બ્રિજ પર સળિયા બહાર નીકળતા સ્થાનિકોએ જોખમ વ્યક્ત કર્યો..!!

ProudOfGujarat

રાજ્યસભાના સાંસદ અહેમદભાઈ પટેલ દ્વારા ભરૂચ જિલ્લાની જનતાને દીપાવલી, નૂતનવર્ષ તેમજ ભાઈબીજના ત્રિવેણી મહાપર્વ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવાઈ.

ProudOfGujarat

ભરૂચ તાલુકાના ઇખર ગામે કપીરાજે મચાવેલ આંતકમાં ૧૩ વર્ષિય બાળક ઘાયલ, સિવિલમાં સારવારનો અભાવ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!