Proud of Gujarat
FeaturedGujarat

ઓલપાડ પોલીસ મથકના બીટ જમાદાર ઉપર સસ્પેન્ડનો કોરડો વિંઝતા જિલ્લા પોલીસ વડા…

Share

ઓલપાડ

ઓલપાડ પોલીસ મથકની બરબોધન પોલીસ ચોકીની હદના નરથાણ ગામેથી જિલ્લા એલસીબી-એસઓજી પોલીસની સંયુક્ત ટીમે રૂ.૫.૮૮ લાખનો વિદેશી દારૂ સાથે કુલ રૂ.૨૧.૮૫ લાખનો મુદામાલ ઝડપવાના કેસમાં જિલ્લા પોલીસ વડા એ.એમ.મુનિયાએ બરબોધન બીટ જમાદારને નિશાન બનાવી તેના ઉપર સસ્પેન્ડનો કોરડો વિંઝતા પોલીસ બેડામાં ફફડાટ સાથે છૂપો રોષ પણ જોવા મળી રહ્યો છે.          

Advertisement

વિગત મુજબ ગત બુધવાર,તા-૨૪ જુલાઇની મોડી રાત્રીએ સુરત ગ્રામ્ય એલસીબી-એસઓજી પોલીસને મળેલ બાતમીના પગલે  ઓલપાડ તાલુકાના નરથાણ ગામની સીમમાં તાપીવેલી સ્કૂલની પાછળના ભાગે વિપુલ પટેલના તબેલાની બાજુની ખુલ્લી જગ્યામાંથી  ભારતીય બનાવટનો અને પાસ પરમીટ વિનાનો રૂ.૫.૮૮ લાખની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો.પોલીસે પોહિબીશન એક્ટ હેઠળની વિવિધ કલમો મુજબ આ ગુનામાં રોકડ રકમ,ગુનામાં વપરાયેલ ચાર ફોરવ્હીલ અને બે ટુવ્હીલ વાહનો મળી કુલ રૂ.૨૧.૮૫ લાખનો મુદ્દામાલ કબજે કરી નવ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા. ઓલપાડ પોલીસ મથકની હદમાંથી એલસીબી-એસઓજી પોલીસની ટીમના ઓપરેશનથી વારંવાર દારૂ ઝડપવાના બનાવોથી હરકતમાં આવેલા સુ.જિ.પોલીસ વડાએ શુક્રવારે નરથાણ ગામ જે પોલીસ ચોકીની હદમાં આવતું હતું તેવા બરબોધન ગામની પોલીસ ચોકીના હેડ પો.કો.ભાવસિંગ ચૌધરીને સસ્પેન્ડ કરી ઘરે બેસાડી દીધા હતા.ઓલપાડના દરિયાઇ કાંઠા વિસ્તારના ગામોમાં દેશી-વિદેશી દારૂના ખુલ્લેઆમ ચાલતા વેપલાને નાથવા ઓલપાડ પોલીસ મથકના અધિકારીઓ નિષ્ફળ ગયા છે.જેના પગલે છેલ્લા એક વર્ષમાં ૩ પીઆઇ,૨ પીએસઆઇ અને ૯ પોલીસકર્મીઓ સસ્પેન્ડ થઇ ચુક્યા છે.જ્યારે છેલ્લા ઘણા સમયથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઓલપાડ પોલીસ મથકને જ નિશાન બનાવતા આ પોલીસ મથકમાં નોકરી કરતા પોલીસકર્મીઓ સસ્પેન્ડ થવાના ભયના ઓઠાર નીચે ફરજ બજાવી રહ્યા છે.જ્યારે નરથાણ ગામે વિદેશી દારૂ ઝડપાવાના કેસમાં માત્ર હેડ પો.કો.ને જ નિશાન બનાવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ પોલીસ મથકના ઇનચાર્જ પીઆઇ અને બરબોધન પોલીસ ચોકીની હદમાં ફરજ બજાવતા પીએસઆઇને કેમ બચાવવામાં આવી રહ્યા છે?તેવો સળગતો સવાલ ઓલપાડ તાલુકાની જનતા કરી રહી છે.

1 માસ પહેલા સુરત ગ્રામ્ય એલ.સી.બી પોલીસે  સુરત સીટી ની હદમાંથી જુગાર ધામ ઝડપાયું હતું અને ત્યારે રેન્જ આઈ.જી એ ઓલપાડ ગ્રામ્ય ની હદ સમજી ઓલપાડ  પી.આઈ અને પી.એસ.આઈ સહિત 5 પોલીસ કર્મીને સસ્પેન્ડ કર્યા હતા.પરંતુ હવે તો ઓલપાડ પોલીસની હદમાં આવેલ નરથાણ ગામની સીમમાંથી  ૫.૮૮૦૦૦ લાખ નો દારૂ ઝડપાયો ત્યારે રેન્જ આઈ.જી એ કેમ પી.આઈ સંતોષ ઘોબી ને  સસ્પેન્ડ કરવામાં આવ્યા નહીં ? કેમ નાના કર્મચારી નો ભોગ લેવામાં આવ્યો છે. કેમ પી.આઈ જવાબદારી મા નથી આવતાં? હવે કેવી કાર્યવાહી કરશે એના પર સોની નજર રહેશે. 


Share

Related posts

ભરૂચ જિલ્લાનાં ઝઘડીયા અને ગુમાનદેવ ગામનાં અલગ અલગ ચાર સ્થળેથી ગેરકાયદેસર રીતે વેચાણ કરવામાં આવતા તમાકુ અને સિગરેટનો જથ્થો મળી આવ્યો.

ProudOfGujarat

આસામમાં આવેલા પૂરની તબાહીમાં અત્યાર સુધીમાં 108 લોકોના મોત.

ProudOfGujarat

ઝાડેશ્વર અનુભૂતિ ધામ ખાતે શિવ જ્યંતીની ઉજવણી કરાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!