Proud of Gujarat
FeaturedGujarat

ઓલપાડ : ભટગામે  મેઘયજ્ઞ કરાયો જ્યારે કમરોલીગામે  સાડા ત્રણ દિવસના ભજન યજ્ઞ,સપ્તાહનું આયોજન… 

Share

દિનેશભાઇ અડવાણી

          સુરત જિલ્લા સહિત તાલુકામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલત કફોડી બની જવા પામી છે જો ખેતીલાયક વરસાદ નહીં પડે તો ખેતીના પાક નિષ્ફળ જવાની શક્યતા સેવાઇ રહી છે. ત્યારે મેઘરાજાને વરસાદી હેત વરસાવવા માટે ઠેર ઠેર પ્રાર્થના, સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાઈ રહ્યું છે ત્યારે ઓલપાડ તાલુકામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બની ગયા છે. જૂન બાદ  જુલાઈ મહીનો પણ પૂર્ણ થવાના આરે છે છતાં ઓલપાડમાં પૂરતો વરસાદ ન વરસતા જાણે મેઘરાજા રિસાયા હોય તેવું જોવા મળી રહ્યું છે ત્યારે ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારના ગામોમાં ખેડૂતોની પરિસ્થિતિ કફોડી બની છે આવા સંજોગોમાં ગ્રામજનો પરમકૃપાળુ પરમાત્માના શરણે જઇ મેઘરાજાને રીઝવવા માટે પ્રયત્નો કરી રહયા છે ત્યારે ઓલપાડ તાલુકાના કમરોલીગામે એક યજ્ઞના ભાગરૂપે ગામના મહાદેવ મંદિરમાં સાડા ત્રણ દિવસ માટે ભજન સપ્તાહનું આયોજન કરાયુ છે જેમાં ગામના લોકો જુદા જુદા વારા બાંધી ઉભા રહી ભજન કરી રહયા છે.ભજન સપ્તાહમાં ગ્રામજનો મોટી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે સતત 24 કલાક અવિરત પણે વિરામ લીધા વિના ભજન ગાતા રહે છે. અને ગાયકો તબલા વાદકો તથા સંગીતવાદકો પણ ભજન  ધૂનની સરવાણી વહેતી રાખી છે. 

Advertisement

            વરસાદ ખેંચાતા તાલુકા વાસીઓ ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે ત્યારે ઓલપાડના ભટગામના ગ્રામજનો દ્વારા મહાકાળી માતાજીના મંદિરમાં વરુણદેવને રીઝવવા એક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બપોર બાદ મેઘયજ્ઞનો શુભારંભ કરાયો હતો. જેમાં શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે શરૂ કરાયેલા આ યજ્ઞમાં મેઘરાજાને મનાવવા પૂજા અર્ચના કરી હતી જેમાં ગ્રામજનો જોડાયા હતા. અને સારો એવો વરસાદ પડે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.


Share

Related posts

ભરૂચમાં વિઘ્નહર્તા દેવની પ્રતિમાનું કૃત્રિમ જળકુંડમાં કરાયું વિસર્જન.

ProudOfGujarat

ઝઘડિયામાં બે દિવસ કોરોના રસીકરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો.

ProudOfGujarat

તિલકવાડા તાલુકાનાં પીંછીપુરા ગામમાં અશ્વિની નદીનાં કિનારે મગરે 8 વર્ષની બાળકીને ફાડી ખાતા ચકચાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!