(પેટા-તસ્કરોએ બંધ મકાનની બારી તોડી રોકડ રકમ સહિત સોના-ચાંદીના દાગીના ચોર્યા)
ઓલપાડ ટાઉનમાં પેધા પડેલા તસ્કરોએ સોસાયટીના રહીશના બંધ મકાનને નિશાન બનાવી બારીની ગ્રીલ તોડીને રૂ.૫૭,૦૦૦ મત્તાની ચોરી કરી પલાયન થઇ જતા તાલુકાના રહીશોમાં ફફડાટનો માહોલ ફેલાયો છે.
ઓલપાડ ટાઉનની શિવાલીક સોસાયટીના મકાન નંં:૧૦૪ માં રહેતા પાંડુરંગ રામદાસ ભામરે નિવૃત્તિ જીવન ગુજારે છે.તેઓ આજે સોમવારે બહારગામ ગયા હોવાથી તેનું મકાન બંધ હતું.જેથી બંધ મકાનનો લાભ ઉઠાવી કોઇ અજાણ્યા તસ્કરોએ બપોરે ૧ઃ૩૦ કલાકથી સાંજે ૭ કલાકના હરકોઇ સમયે મકાનના હોલની બારીની ગ્રીલ અને સ્લાઇડરીંગ તોડી મકાનમાં ઘુસ્યા હતા.જ્યારે મકાનમાં ઘુસેલા તસ્કરોએ બેડરૂમના કબાટનું લોક તોડી કબાટમાંથી સોના-ચાંદીના દાગીના સહિત રોકડ રકમ મળી કુલ રૂ.૫૭,૦૦૦ મત્તાની ચોરી કરી પલાયન થઇ ગયા હતા.જા કે પાંડુરંગ ભામરે મોડી સાંજે ઘરે આવ્યા ત્યારે,તેમના મકાનમાં ચોરી થયાનું જણાતા તેમણે ઓલપાડ પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઓલપાડ ટાઉનમાં પેધા પડેલા તસ્કરોએ રૂ.૫૭,૦૦૦ મત્તાની ચોરી કરી પલાયન
Advertisement