પોલીસે આડમોર ગામના બુટલેગર મનહર ઉર્ફે માર્શલ પટેલને વોન્ટેડ જાહેર કર્યો.
ઓલપાડ તાલુકાના મોર ગામની સીમની ઝાડીમાં છુપાવેલ રૂ.૧,૧૮,૮૦૦ ની કિંમતનો વિદેશી દારૂ ઝડપવામાં ઓલપાડ પોલીસને સફળતા મળી છે.પોલીસે આ ગુનામાં તાલુકાના આડમોર ગામના બુટલેગર મનહર ઉર્ફે માર્શલ મગન પટેલને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપવાના ચક્રો ગતિમાન કર્યા છે.
ઓલપાડ પોલીસને આજે બપોરના ઓલપાડ તાલુકા ના પી આઈ એમ.એ સુમરા તેમજ તેમની સાથે એએસઆઈ નલીન ગોવિંદ, અ.હે.કો પ્રકાશ વાલજીભાઈ, પો.કો શીતલ નટવરભાઈ, પો.કો વિક્રમસિંહ લાલું ,પો.કો સતિષ લાલજીભાઈ તેમજ પો.કો હરસુરભાઈ નાનજીભાઈ પેટ્રોલીંગમાં હતાં ત્યારે પો.કો હરસુરભાઈ નાનજીભાઈ ને ખાનગી રાહે બાતમી મળી હતી કે તાલુકાના મોર ગામની સીમમાં ભૂત ફળિયાની બાજુમાં આવેલ બાવળોની ઝાડીમાં જાખરડાવાળી જગ્યામાં તાલુકાના આડમોર ગામના નિશાળ ફળિયામાં રહેતો બુટલેગર મનહર ઉર્ફે માર્શલ મગન પટેલે પાસ પરમીટ વિનાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ સંતાડ્યો છે.આ બાતમીના પગલે પોલીસે બપોરે ૧ઃ૪૫ કલાકના સુમારે રેડ કરતા બાવળની ઝાડીમાં સંતાડેલ અલગ-અલગ બ્રાન્ડની વ્હીસકીની મોટી બોટલ નંગ-૬૬૦ ,જેની કિંમત રૂપિયા ૧,૧૮,૮૦૦ ઝડપાઇ જવા પામી હતી.જા કે પોલીસની રેડ સમયે ગુના સ્થળે આરોપી મનહર પટેલ હાજર ન હોવાથી તેને વોન્ટેડ જાહેર કરી પ્રોહિબીશન એક્ટની વિવિધ કલમો મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઓલપાડના મોર ગામની સીમમાંથી રૂ.૧,૧૮,૮૦૦ ની કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો
Advertisement