Proud of Gujarat
FeaturedGujaratINDIA

કીમ ગામમાં મહિલા સફાઈ કર્મચારીઓ ફરી ઉતરશે હડતાળ પર ???

Share

– ગ્રામ પંચાયત દ્વારા ફરજ પરથી છુટા કરવા ધમકી આપી.સફાઈ કર્મચારીઓની ભરતી અંગે નું બોર્ડ લગાવ્યું.મહિલા સફાઈ કર્મચારીઓ પગાર વધારવા કરી માંગ.અગાઉ મહિલા હડતાળ પર ઉતરતા ગ્રામ માં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું હતું.
 કીમ ગ્રામ પંચાયત મહિલા સફાઈ કર્મચારીઓએ ફરી વાર ગ્રામ પંચાયત ના સત્તાધીશો દ્વારા નોકરી પરથી કાઢી મુકવા ની વારંવારની ધમકી આપી તેમજ આજ રોજ રોજમદાર કામદાર ની ભરતી નું બોર્ડ લગાવતા મહિલા સફાઈ કર્મચારીઓ વિફળી હતી. અને ભૂખ હડતાળ પર ઉતારવાની ચીમકી ઉચ્ચારી છે.
   કીમ ગ્રામ પંચાયત લોબી જ્યારથી સત્તા માં આવી છે ત્યારે થી સફાઈ કામદારો સાથે કોઈ અંગત દુશ્મનવત હોઈ તેમ શરૂઆત થીજ મહિલા સફાઈ કામદારો સાથે ગેરવર્તન તેમજ અવાર નવાર ફરજ પરથી કાઢી મુકવાની ધમકી ગ્રામ પંચાયત દ્વારા અપવામાં આવતા મહિલા સફાઈ કર્મચારીઓ દ્વારા આજરોજ હોબાળો મચાવ્યો હતો. સફાઈ કામદારો પાસે ઓવર ટાઈમ કામ કરવાતા હોવા છતાં તેમને ઓવર ટાઈમ નથી આપવામાં આવતું. તેમજ મહિલા સાથે ગેરવર્તન કરી જાહેરમાં અપમાનિત કરતા હોવાનું મહિલાઓ જણાવી રહ્યા છે. તેમજ રોજ બરોજ કોઈક ને કોઈક કારણોસર મહિલા સફાઈ કર્મચારીઓ ને બાન માં લેવામાં આવે છે. ત્યારે આજરોજ જ્યારે મહિલાઓએ વધતું જતું કામનું ભારણ ને બદલે પગાર વધારા ની માંગ કરી ત્યારે તેઓને કાઢી મુકવા સાથે મહિલા ઓએ થતી હેરાનગતિ મામલે સફાઈ કર્મચારીઓ રોષે ભરાઈ ફરી વાર સત્તાધીશો સામે બાયો ચડાવી જો તેઓની માંગ સંતોષવામાં નહીં આવે તે ભૂખ હડતાળ પર ઉતારવાની ચીમકી ઉચ્ચારી હતી. મહત્વની વાત છે કે મહિલા સફાઈ કર્મચારીઓ મુખ્યત્વે કીમ ગામના સરપંચ ના વોર્ડ માંજ રહે છે. ત્યારે મીડિયા કર્મચારીઓ ગ્રામ પંચાયત કચેરીએ પહોંચ્યા ત્યારે ગામ ના સરપંચ કરસન ભાઈ ધોડીયા રીતસર ના મીડિયા ના સવાલો થી બચવા માટે કીમ ગ્રામ પંચાયત કચેરી છોડી ચાલ્યા ગયા હતા.

Advertisement

Share

Related posts

સુરત શહેર અને જિલ્લાના બુટલેગરો બેફામ બન્યા : હાથમાં દારૂ-બીયરના ટીન સાથે મોજ મસ્તી કરતો વીડિયો વાઇરલ.

ProudOfGujarat

ભરૂચની રોજગાર કચેરી બહાર યુવા કોંગ્રેસ દ્વારા રાજય સરકારની યુવાઓને રોજગાર આપવાની નિષ્ફળતા સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું.

ProudOfGujarat

ભરૂચ એસ.ટી વિભાગ દ્વારા દિપાવલી પર્વ નિમિત્તે વધારાની એસ.ટી બસોની સુવિધા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!