આજે સવારે જ્યારે અજવાળુ થયુ ત્યારે આ અકસ્માતનું ચિત્ર વધુ સ્પષ્ટ થયું અને અકસ્માતની હૃદયદ્રાવક તસવીરો સામે આવી હતી. NDRF ને બોગીની વચ્ચે ફસાયેલા મૃતદેહોને બહાર કાઢવા માટે ગેસ કટરનો ઉપયોગ કરવો પડ્યો હતો. હજું પણ ઘણા ઘાયલ એવા છે જેઓ ક્ષતિગ્રસ્ત બોગીઓમાં ફસાયેલા છે.
અકસ્માત એવો હતો કે એક જ વારમાં કશું સમજવું શક્ય ન હતું. પહેલા કોરોમંડલ એક્સપ્રેસ અને માલગાડીની ટક્કરના સમાચાર આવ્યા, ત્યારબાદ હાવડા એક્સપ્રેસની ટક્કરનો મામલો પણ સામે આવ્યો હતો. આ એક પછી એક સમાચાર બાદ સ્પષ્ટ થયું કે બેંગલુરુ-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસના પહેલા ઘણા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા અને બીજા પાટા પર પડ્યા હતા. આ ડબ્બા શાલીમાર-ચેન્નઈ કોરોમંડલ એક્સપ્રેસ સાથે અથડાઈ હતી જેના કારણે તેના ડબ્બા પણ ઉથલી ગયા હતા અને ભયાનક અકસ્માતની ઘટના બની હતી. ટ્રેન નંબર 12841ના કોચ B2 થી B9 સુધીના કોચ ઉથલી ગયા હતા અને આ સાથે A1-A2 કોચ પણ પાટા પર ઉતરી ગયા હતા. આ ઉપરાંત કોચ B1 તેમજ એન્જિન પાટા પરથી ઉતરી ગયું હતું અને કોચ H1 અને GS કોચ ટ્રેક પર રહ્યા હતા.
ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. ચાલી રહેલા બચાવ અને રાહત કાર્યમાં અત્યાર સુધીમાં ઘણા ઘાયલોને કટક, ભુવનેશ્વર અને બાલાસોરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. બીજી તરફ ઓડિશાના મુખ્ય સચિવે પુષ્ટિ કરી કે અકસ્માતમાં 280 લોકોના મોત થયા છે. ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં મામલે PM મોદીએ ખાસ બેઠક બોલાવી છે. ઓડિશામાં આ ભયાનક ટ્રેન દુર્ઘટનામાં 280 લોકોએ જીવ ગુમાવ્યા છે. રેલવે મંત્રાલય વતી મૃતકોના પરિજનોને વળતરની રકમ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરિજનોને 10-10 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. આ ઉપરાંત આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને બે લાખ રૂપિયાનું સહાયઆપવામાં આવશે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ અકસ્માતને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો અને એમ પણ કહ્યું કે અકસ્માતમાં જાન ગુમાવનારાઓના નજીકના પરિવારને 10-10 લાખ રૂપિયા, ગંભીર રીતે ઈજાગ્રસ્તોને 2 લાખ રૂપિયા, સામાન્ય ઈજાગ્રસ્તોને રૂ. 50,000 ની સહાય આપવામાં આવશે.
પીએમ મોદીએ ઓડિશા ટ્રેન દુર્ઘટનાના પીડિતો માટે 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. પીએમઓએ ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. PMO ઑફિસે આ સંબંધમાં ટ્વિટ કર્યું હતું. ઓડિશામાં ટ્રેન દુર્ઘટનામાં મૃતકોના દરેક મૃતકના સંબંધીઓને PMNRF તરફથી 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. આ ઉપરાંત ઘાયલોને 50 હજાર રૂપિયા આપવામાં આવશે.
ટ્રેન દુર્ઘટના સામે આવ્યા બાદ જ્યાં રાજકીય પક્ષો અને રાજનેતાઓ અકસ્માતને લઈને શોક વ્યક્ત કરી રહ્યા છે તો બીજી તરફ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ખરાબ રીતે ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. રાજકીય પક્ષોએ તેમના રાજીનામાની માંગણી શરૂ કરી દીધી છે. પશ્ચિમ બંગાળમાં સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસે રેલ્વે મંત્રીના રાજીનામાની માંગ કરી છે. આ પહેલા સીપીઆઈ સાંસદ બિનોય વિશ્વમે પણ કહ્યું હતું કે અકસ્માતની જવાબદારી લેતા રેલ્વે મંત્રીએ તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ.