Proud of Gujarat
Featuredinternational

ડેવિડ કાર્ડ, જોશુઆ એંગ્રિસ્ટ અને ગુઈડો ઈમ્બેંસને મળ્યું અર્થશાસ્ત્ર માટે નોબેલ સન્માન

Share

અમેરિકાના ડેવિડ કાર્ડ, જોશુઆ ડી એન્ગ્રિસ્ટ અને ગુઇડો ઇમ્બેન્સને અર્થશાસ્ત્ર માટે 2021નો નોબેલ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે. ત્રણેય અમેરિકી અર્થશાસ્ત્રીઓને અનપેક્ષિત પ્રયોગો, અથવા કહેવાતા ‘કુદરતી પ્રયોગો’ પરથી તારણો કાઢવા પર કામ કરવા બદલ તેમને અર્થશાસ્ત્રમાં 2021 નો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. ડેવિડ કાર્ડ એક કેનેડાઈ અર્થશાસ્ત્રી અને કેલિફોર્નિયા બર્કલેમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર છે. શ્રમ અર્થશાસ્ત્રમાં તેમના યોગદાન બદલ તેમને આ નોબેલ સન્માનથી નવાજવામાં આવ્યા છે. 1990ના દાયકાની શરૂઆતમાં તેમના અભ્યાસે પરંપરાગત જ્ઞાનને પડકાર્યું હતું, જેના કારણે નવું વિશ્લેષણ અને વધારાની માહિતી આપવામાં આવી હતી.

પરિણામો બતાવે છે કે ન્યૂનતમ મજૂરી વધારાથી જરૂરી નથી કે નોકરિયો પણ ઓછી થાય. જ્યારે જોશુઆ ડી એંગ્રિસ્ટ અને ગુઈડો ઈમ્બેંસને ઔપચારિક સંબંધોના વિશ્લેષણમાં તેમના યોગદાન માટે નોબેલ પુરસ્કાર મળ્યો છે. 1990ના દશકામાં મધ્યમાં જોશુઆ એંગ્રિસ્ટ અને ગુઈડો ઈમ્બેંસે બતાવ્યું કે પ્રાકૃતિક પ્રયોગોથી કારણ અને પ્રભાવ વિશે સટીક નિષ્કર્ષ કેવી રીતે નીકાળી શકાય.નોબેલ સમિતિએ ડેવિડ કાર્ડને શ્રમ અર્થશાસ્ત્રમાં તેમના યોગદાન માટે પુરસ્કારનો અડધો ભાગ આપ્યો છે તો બીજો અડધો ભાગ સંયુક્ત રૂપથી જોશુઆ ડી એન્ગ્રિસ્ટ અને ગુઇડો ઇમ્બેન્સને કારણ સંબંધોના વિશ્લેષણમાં તેમના મેથેડોલોજિકલ યોગદાન માટે આપવામાં આવ્યો છે.

Advertisement

Share

Related posts

ભરૂચ કૃષિ મહાવિદ્યાલય દ્વારા વાર્ષિક સંમેલનની ઉજવણી કરાઈ

ProudOfGujarat

વડોદરામાં ૧૨ માં રાષ્ટ્રીય મતદાતા દિનની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

સુરતના ભાઠેના વિસ્તારમાં આવેલ કંપનીમાં અકસ્માત સર્જાયો… કામદારનો બેલી કોણ..?.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!