જો માંગણી સ્વીકારે તો બજેટ વેરવિખેર થઇ જાય : ખેડૂતોની લોનની રકમ છે ૮૨૭૭૫ કરોડ
નવી દિલ્હી તા. ૮ : જો ગુજરાત સરકાર હાર્દિક પટેલની ખેડૂતોના દેવાં માફ કરવાની માંગને સ્વીકારી લેશે તો રાજય સરકારનું નાણાંકીય બજેટ ખોરવાઈ જશે, કારણકે રાજય સરકાર પાસે ખેડૂતોનાં દેવા ચુકવી શકે તે માટે રિસોર્સિસ નથી.
SLBCના અકિલા લેટેસ્ટ આંકડા અનુસાર, ગુજરાતના ૩૫ લાખ એગ્રીકલ્ચર લોન અકાઉન્ટ પાસેથી બેન્કોએ ૮૨,૦૭૫ કરોડ રુપિયા વસૂલવાના છે. જો રાજય સરકાર આ દેવું માફ કરવા તૈયાર થઈ જાય તો, ગુજરાત રાજયના ૨૦૧૮-૧૯ના ૧.૮૩ લાખ કરોડ અકીલા બજેટના ૪૫% અહીં ફાળવવા પડશે. ગુજરાતમાં કુલ ખેતીની લોન(એક વર્ષની પેમેન્ટ સાયકલ) ૪૫,૬૦૭ કરોડ છે, જયારે બાકીની એગ્રીકલ્ચર ટર્મ લોન્સ(૩થી ૯ વર્ષ) ૩૬૪૬૮ કરોડ રુપિયા છે.
જો રાજય સરકાર માટે ક્રોપ લોન્સ માફ કરવા તૈયાર થઈ જાય તો પણ રાજયના કરદાતાઓ ભાર વધી જશે. રાજયના નાણાં વિભાગના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, રાજયમાં નાણાંની સ્થિતિને ધ્યાનમાં રાખીએ તો, સરકારી તિજોરી પર અત્યારે કોઈ પણ પ્રકારનો વધારો ભાર મુકવો યોગ્ય નથી. જો ૧૦ ટકા દેવું માફ કરવુ હોય તો પણ સરકારે રેવન્યુમાં વધારો કરવો પડશે અને GSTને કારણે તે શકય નથી. આ પ્રકારની દેવા માફી માટે ટેકસમાં વધારો કરવો પડે જે GSTને કારણે શકય નથી, પણ ફયૂઅલ પર VATમાં વધારો કરી શકાય.
દિગ્ગજ અર્થશાસ્ત્રી, સેન્ટ્રલ યૂનિવર્સિટી ઓફ ગુજરાતના ચાન્સલર, સરદાર પટેલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈકોનોમિક એન્ડ સોશિયલ રિસર્ચના પ્રોફેસર વાય. અલઘ જણાવે છે કે, મારી સલાહ છે કે સરકારે હાર્દિક સાથે બેસીને એક મોડર્ન પેકેજ તૈયાર કરવો જોઈએ, જેમાં યુવાનો માટે ઉચ્ચ શિક્ષણની તકો, સ્ટાઈપેન્ડની જોગવાઈ અને એગ્રીકલ્ચર તેમજ રુરલ ડેવલોપમેન્ટ માટે મોડર્ન ઈન્ફ્રાસ્ટ્કચર હોય. જો આટલા વર્ષો પછી પણે ૪૦ ટકા SSP કેનાલ્સ ખેડૂતો સુધી નથી પહોંચી શકી, આ વર્ષે તે કામ પૂરૃં કરો. જો ૧૦,૦૦૦ યુવાનોને સારી જોબ મળે , આ પ્રકારના વિરોધ બંધ થઈ જશે.
( સૌજન્ય : અકિલા )