Proud of Gujarat
GujaratFeaturedINDIA

હવે RBI એ સરકારથી ‘આઝાદી’ માંગી, કહ્યું – ટેસ્ટની જેમ બેન્કોના નિર્ણય લેવા જોઈએ

Share

 

સૌજન્ય/નવી દિલ્હી: રિઝર્વ બેન્કના ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યએ બેન્કોની સ્વાયત્તતાની વકીલાત કરી છે. આચાર્યએ કહ્યું કે સરકાર બેન્કો સાથે 20-20 મેચ રમવાનું બંધ કરે, નહીં તો તેનાં વિનાશક પરિણામ આવી શકે છે. CBIમાં જે સમયે કેન્દ્ર સરકારના હસ્તક્ષેપ અંગે હોબાળો મચ્યો છે, બરાબર એવા જ સમયે બેન્કોની સ્વાયત્તતા પર આચાર્યની સલાહ મહત્વપૂર્ણ મનાઈ રહી છે. બેન્કો અને મંત્રીઓ-નેતાઓની તોડજોડની હંમેશા ફરિયાદો આવતી રહી છે. વધતી એનપીએ અને બેન્કોના રૂપિયા લઈને વિદેશ ભાગી ગયેલા નાણાકીય ગુનેગારોની સાથે નેતાઓ-અમલદારોના સંબંધો પર પણ સવાલ ઊઠતા રહ્યા છે.

Advertisement

સરકારના આવા વલણથી વિનાશકારી પરિણામ આવશે, આ અંગે વહેલા ચેતવાની જરૂર છે

એવામાં બેન્કો માટે ‘આઝાદી’ની માગ ઉઠાવીને આચાર્યએ એ જણાવવાનો પ્રયાસ કર્યો છે કે જો બેન્ક તેના મુજબ કામ કરે તો પરિસ્થિતિ સુધરી શકે છે, અન્યથા વિનાશક પરિણામ માટે તૈયાર રહેવું જોઈએ આચાર્ય મુજબ બેન્કોની બાબતમાં નિર્ણયો ટ્વેન્ટી-20 (ઉતાવળમાં)ની જેમ લેવાઈ રહ્યા છે. આચાર્યએ કહ્યું કે દેશમાં હંમેશા ચૂંટણી થતી રહે છે. ક્યારેક રાષ્ટ્રીય, ક્યારેક પ્રાદેશિક, તો ક્યારેક મધ્યવર્તિ. ચૂંટણી નજીક આવતાં જ પહેલાં કરાયેલા વચનો પૂરાં કરવાની ઉતાવળ વધી જાય છે. ચૂંટણીઢંઢેરા જાતે ડિલિવર કરી શકાતાં નથી. તેથી લોકમનોરંજક વિકલ્પો લાગુ કરવામાં ઝડપ આવી જાય છે. જ્યારે કેન્દ્રીય બેન્ક તેનાથી વિપરીત ટેસ્ટ મેચ રમે છે.

‘20-20 મેચ નહીં ટેસ્ટ રમો’

એડી શ્રોફ મેમોરિયલ લેક્ચરમાં આચાર્યએ કહ્યું, જે કેન્દ્ર સરકાર સેન્ટ્રલ બેન્કોની આઝાદીની કદર નથી કરતી તેણે વહેલા-મોડા નાણાકીય બજારોની નારાજગીનો શિકાર થવું પડે છે. મહત્વપૂર્ણ રેગ્યુલેટરી સંસ્થાઓની અવગણના કરવાનું પરિણામ વિનાશક હોય છે. આચાર્યએ આગંળ કહ્યું, સેન્ટ્રલ બેન્કોને સ્વતંત્રતા અપાય તો તેના અનેક ફાયદા છે, જેમ કે તેનાથી દેવાનો ખર્ચ ઘટે છે, આંતરરાષ્ટ્રીય રોકાણ વધે છે અને બેન્ક લાંબા સમય સુધી જીવતી રહે છે. આરબીઆઈના ડેપ્યુટી ગવર્નરની આ વાત એટલા માટે મહત્વની મનાય છે, કારણ કે આગળ અનેક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની સાથે 2019માં લોકસભા ચૂંટણી પણ છે.

લોન સસ્તી કરવાનાં ખરાબ પરિણામ

ડેપ્યુટી ગવર્નરે કહ્યું કે સરકારની ટિ્વેન્ટી-20 મેચથી અલગ બેન્કોનું ધ્યાન મેચ જીતવાની સાથે આગામી સેશનમાં જળવાઈ રહેવા પર પણ કેન્દ્રીત છે, જેથી આગામી મેચ જીતી શકાય. વ્યાજદર ઘટાડવા અંગે સવાલ પર આચાર્યએ કહ્યું કે તે વધુ ઘટાડવાથી દેવું વધે છે, જે આગળ જઈને મોંઘવારીનું કારણ બને છે. તે


Share

Related posts

અમદાવાદ શહેરની 111 શાળાઓમાં યોજાયું મતદાન જાગૃતિ અભિયાન.

ProudOfGujarat

ભરૂચનાં લિંક રોડ પર આવેલ મયુરપાર્ક સોસાયટીનાં સિધેશ્વર મહાદેવ મંદિરની દાન પેટીમાંથી રોકડ રકમની ચોરી.

ProudOfGujarat

સુરત : રાંદેર પોલીસ સ્ટેશનમાં મોડી રાતે નશામાં ધૂત ASI એ દોઢ કલાક હંગામો મચાવ્યો, PSI ને કહ્યું- તારાથી થાય તે કેસ કરી લે જે…!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!