સૌજન્ય/નવી દિલ્હી: દેશનું પ્રથમ સૌથી મોટું ડોમેસ્ટિક ક્રૂઝ શનિવારથી મુંબઈથી ગોવા વચ્ચે મુસાફરી શરૂ કરી દેશે. 131 મીટર લાંબા શિપનું નામ ‘અંગ્રીયા’ છે. શિપમાં 104 રૂમ છે. 350 લોકો મુસાફરી કરી શકશે. ક્રૂઝમાં ભાડાની 6 કેટેગરી છે જે 6 હજારથી 11 હજાર વચ્ચે છે. ભાડાની કેટેગરીમાં પ્રીમિયમ સ્યૂટ, પ્રીમિયમ સ્યૂટ કપલ, પ્રીમિયમ રૂમ 4 અને 2 લોકો માટે, ગ્રૂપ માટે ડોરમેટરી અને કપલ પોડ સામેલ છે. ભાડામાં હાઈ ટી, ડિનર અને લન્ચ સામેલ છે. તેમાં બે રેસ્ટોરાં ઉપરાંત 3 ઓપન ડેક અને 24 કલાક ખુલ્લી રહેતી કોફી શોપ પણ છે. આ વિશ્વનું પ્રથમ ક્રૂઝ છે જેમાં કપલ પોડ(સુવિધાઓથી લેસ મોટું કેપ્સૂલ જેવું) નું સેગમેન્ટ અપાયું છે.
ક્રૂઝ જાપાનના ઓગાસાઆરા આઈસલેન્ડ વચ્ચે ચાલતું હતું
અંગ્રીના નિર્દેશક સિદ્ધાર્થ નેવલકરે જણાવ્યું કે આ ક્રૂઝ જાપાનથી ઓગાસાઆરા આઈસલેન્ડ વચ્ચે ચાલતું હતું. દોઢ વર્ષ પહેલાં ખરીદીને મુંબઈ પોર્ટમાં તેને મોડિફાય કરાયું. આ ક્રૂઝ ડીપ સીમાં ન જઈને કોસ્ટલ એરિયાથી જશે. તેનાથી લોકો મુસાફરી દરમિયાન કોસ્ટલની સુંદરતા માણી શકશે.