Proud of Gujarat
GujaratFeaturedINDIA

પેટ્રોલ-ડીઝલના ભાવોએ ફરી તોડ્યો રેકોર્ડ, મુંબઈમાં 89.29 રૂપિયા પ્રતિ લીટરે પહોંચ્યુ પેટ્રોલ…

Share

 
સૌજન્ય-નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં વધારો યથાવત છે. રોજબરોજ ભાવ નવી ઉંચાઈએ પહોંચી રહ્યાં છે. રવિવારે પણ પેટ્રોલ-ડીઝલના ભાવોએ રેકોર્ડ તોડ્યો. રવિવારે દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 28 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. પરિણામે કિંમત 81.91 રૂપિયા પ્રતિ લીટરે પહોંચી ગઈ છે. તો રાજધાનીમાં ડીઝલ પણ 18 પૈસા લીટરના કિંમતે વધતાં રવિવારે 73.72 રૂપિયા પ્રતિ લીટરે ભાવ પહોંચી ગયો છે.

મુંબઈમાં 90 રૂપિયાની નજીક પેટ્રોલ
– રવિવારે મુંબઈમાં પેટ્રોલની કિંમતમાં 28 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. પરિણામે આર્થિક રાજધાની મુંબઈમાં રવિવારે પેટ્રોલ 89.29 રૂપિયા પ્રતિ લીટરની કિંમત વેચાય રહ્યું છે.
– તો ડીઝલના ભાવોમાં 19 પૈસાનો વધારો થતાં રવિવારે ડીઝલના ભાવ 78.26 રૂપિયા પ્રતિ લીટરને આંબી ગયા છે.
– શનિવારે મુંબઈમાં પેટ્રોલના ભાવમાં 34 પૈસા પ્રતિ લીટર જ્યારે ડીઝલમાં 25 પૈસા પ્રતિ લીટરનો વધારો નોંધાયો હતો.

Advertisement

હજુ પણ ભાવ વધશે તેવી શક્યતા
– વિશેષજ્ઞોના મતે આવનારા સમયમાં ભારતીય બજારોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો હજુ આકાશ આંબી શકે છે.
– પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારા પાછળ રૂપિયો એક મોટું કારણ છે. રૂપિયામાં સતત કડાકાને પગલે ઓઈલ કંપનીઓ વારંવાર કિંમતોમાં ફેરફાર કરી રહ્યાં છે.


Share

Related posts

વન વિભાગ દ્વારા વિશ્વપર્યાવરણ દિન ની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

કાલોલ:એરાલ ગામે પરણિત પ્રેમી પંખીડાઓએ ઝેરી દવા પીને કરી આત્મહત્યા, સંતાનો થયા નોધારા

ProudOfGujarat

નેત્રંગથી દેડિયાપાડાને જોડતા હાઇવે ઉપર ખાડાઓ ન પુરાતા ખેડૂતે સ્વ ખર્ચે પુરાણ કરાવ્યુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!