Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગનાં પાંચસીમ ગામે પતિ-પત્નીનાં છુટાછેડા બાબતે છુટાદોરની મારામારી થતાં પોલીસ ફરિયાદ થઇ હતી.

Share

પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકાનાં પાંચસીમ ગામનાં સવીલાલ વસાવાની છોકરી કૈલાસબેન અને કનૈયાભાઇ વસાવાનાં છોકરો અરૂણભાઈ વસાવા વચ્ચે બે વર્ષ પહેલા સિવિલ લગ્ન થયા હતા. બંને વચ્ચે કોઇક બાબતે અણબનાવ થતાં વાત છુટાછેડા સુધી પહોંચતા કનૈયાભાઇ વસાવાએ પોતાની પુત્રવધુનાં પિતાને જણાવેલ કે,તારી છોકરીને અમે છુટુ અને કોઇ સર-સામાન પણ આપવાના નથી તમારાથી થાય તે કરી લેજો તેવી ધમકી આપી હતી. ત્યારે સવિલાલ વસાવાએ કહેલ કે,અમારે સર- સામાન પણ નથી જોઇતો અને રૂપિયા પણ નથી જોઇતા મારી છોકરીને છુટુ આપી દો તેમ કહેતા બોલાચાલી થઇ હતી. ત્યારબાદ સસરા કનૈયાભાઇ વસાવા,પતિ અરૂણભાઇ વસાવા અને દીયર અમીલભાઇ હાથમાં ધારીયું પાઇપો અને લાકડી જેવા હથિયારો લઇને અભદ્ર ભાષામાં ઉશ્કેરાતમાં આવી મારામારી લાગ્યા હતા. જેમાં કૈલાસબેન વસાવાને જમણા હાથના કાંડાના ભાગે,માતા ગંગાબેન વસાવાને ડાબા હાથે અને પિતાને જમણા કાન-પગ અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને આજે તો તમે બચી ગયા છો પરંતુ તમને હવે પછી જાનથી મારી નાખીશું તેવુ ધમકી આપી ફરાર થઇ ગયા હતા. જ્યારે ઇજાગ્રસ્તોને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે નેત્રંગ તાલુકા મથકે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અથૅ લઇ જવામાં આવ્યા હતા. બનાવની જાણ આજુબાજુના રહીશોને થતાં ઘટનાસ્થળ ઉપર લોકટોળાં ઉમટી પડ્યા હતા. આ બાબતે પુત્રવધુએ પોતાના સસરા,પતિ અને દીપર વિરૂદ્ધ નેત્રંગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. પોલીસ ઘટનાની ગંભીરતા જાણી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લામાં જિલ્લાનાં મુખ્ય ન્યાયાધીશશ્રી સહિત તમામ ન્યાયાધીશો દ્વારા જરૂરતમંદોને રાશન કીટનું વિતરણ કરાયું.

ProudOfGujarat

ઝઘડીયા એસ.કુમાર કંપનીનાં કામદારોને પગાર નહી ચુકવાતા કંપની બહાર ધરણાં પ્રદર્શન.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લા સહિત ગોધરા નગરમાં દશેરા નિમિત્તે લોકોએ જલેબી ફાફડાની જ્યાંફત માણી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!