પ્રાપ્ત માહિતી મુજબ નમૅદા જીલ્લામાં દુનિયાનું સૌથી મોટું સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉભુ કરવા માટે ૩૫૦૦ કરોડ રૂપિયા કરતાં પણ વધુ રકમનો ગુજરાત સરકારે ખચૅ કયૉ હતો, અને કેવડીયા કોલોનીમાં ભારતનાં સંવિધાન અનુસુચી ૫ આવે છે, તેમ છતાં સ્થાનિક ગ્રામ પંચાયતનાં અધિકારો ઉપર તરાપ મારીને ગુજરાત સરકારે આ સ્ટેચ્યુ બનાવી દીધું હતું, અને સ્ટેચ્યુનાં આજુબાજુનાં વિસ્તારોનાં વિકાસ કરવા પયૅટનને વેગ મળે તે માટે આદિવાસીઓની જમીન ઝુંટવી લેવાનો પ્રયાસ કરી રહી છે. જેમાં વેલી ઓફ ફ્લાવર, મ્યુઝીયમ, ડાયનોસર પાકૅ, રેલ્વેલાઇન, કોઝવે ડેમ સહિતનાં નાના-મોટા પ્રોજેક્ટ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટ માટે આદિવાસીઓની જમીન વિસ્થાપિત કરી રહ્યા છે. સ્થાનિક લોકોને વળતર અને સહાય આપવામાં આવતી નથી અને લોક ડાઉન હોવા છતાં કેવડીયા કોલોનીનાં છ ગામોમાં જવાબદાર અધિકારીઓ સરપંચની પરવાનગી વિના માપની કરવા પહોંચી ગયા અને પોલીસ લઈ આદિવાસીઓનો અવાજ ચુપ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તેવા સંજોગોમાં આદિવાસી સમાજ તેનો વિરોધ કરતાં નેત્રંગ તાલુકા બીટીએસ-બીટીપીના આગેવાનો નેત્રંગ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. જે દરમ્યાન નેત્રંગ તાલુકા પંચાયતનાં ઉપપ્રમુખ અજુૅનભાઇ વસાવા મગનભાઈ વસાવા,ભોલાભાઇ વસાવા,રમેશભાઇ વસાવા અને ગામે-ગામના સરપંચો જોડાયા હતા.
નર્મદા જીલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં નામે આદિવાસીઓની જમીન ઝુંટવવા બાબતે નેત્રંગ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું.
Advertisement