પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકા મથકે આવેલ શ્રીમતી એમ.એમ ભક્ત હાઇસ્કુલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન કરવામાં આવે છે,જેમાં ગુજરાત રાજ્ય શિક્ષણ બોડૅ દ્વારા ૨૦૧૯-૨૦ નાં વષૅમાં લેવાયેલી ધોરણ ૧૦ ની કુલ ૨૭૬ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી ૧૭૧ વિદ્યાર્થીઓ પાસ થયા હતા અને ૧૦૫ વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. જ્યારે પ્રથમ ક્રમાંકે ભોયા રીના ઝીણાભાઇ ૮૮.૮૩ ટકા, દ્વિતીય ક્રમાંકે પટેલ મીત કાંતિલાલ ૮૮.૧૭ ટકા અને ત્રિતીય ક્રમાંકે ગાંધી વૈદેહી યોગેશભાઇએ ૮૫.૩૩ પાસ થઈને માતા-પિતા અને શાળા પરીવારનું નામ રોશન કરતાં આનંદ વ્યાપી જવા પામ્યો હતો. જ્યારે ભક્ત હાઇસ્કુલનાં ઇ.આચાયૅ પ્રમોદસિંહ ગોહિલ પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને તેમના ઉજ્વળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી અને નાપાસ થયેલ વિદ્યાર્થીઓને વધુ મહેનત કરીને જ સફળતા મળશે તેવી શીખ આપી હતી,જ્યારે આદશૅ નિવાસી શાળાનું ધોરણ ૧૦ નું ૯૧.૯૩ ટકા અને કાકડકુઇ માધવ વિધાપીઠનું ૯૪.૫૯ ટકા પરિણામ આવ્યું હતું.
નેત્રંગ શ્રીમતી એમ.એમ ભક્ત હાઇસ્કુલનું ધોરણ ૧૦ નું ૬૧.૯૬ ટકા પરિણામ આવતા શાળા પરિવારમાં આનંદ વ્યાપી જવા પામ્યો હતો.
Advertisement