પ્રાપ્ત માહિતી મુજબ નમૅદા જીલ્લાનાં બીટીપી-બીટીએસનાં કેટલાક રાજકીય આગેવાનોને ટાર્ગેટ કરી પોલીસ દમનની કેટલીક ઘટના પ્રકાશમાં આવી રહી છે, જે ભારતીય બંધારણની જોગવાઈ વિરૂદ્ધ અને માનવ અધિકારોને હનન કરનાર છે. જેમાં કાચા માલના વાહનચાલકો પાસેથી સ્થાનિક પોલીસ દ્વારા બે હજાર રૂપિયા ઉઘરાવવામાં આવે છે,ઘટનાની જાણ બીટીપીનાં આગેવાનોને થતાં ડેડીયાપાડાથી માલસામોટ રસ્તા ઉપર બેસણા ગામના ટેકરા પાસે ગાડી રોકી પૈસાની ઉઘરાણી ચાલતી હતી, તે અંગેનો ભાંડો ફુટી જતાં ખોટી ફરીયાદ કરાઇ હતી. જ્યારે કેટલાક બનાવોમાં તો ખોટા કેસોમાં સંડોવીને દમન કરવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. જેનો વિરોધ નેત્રંગ તાલુકાનાં બીટીપી-બીટીએસની આગેવાનોએ કયૉ હતો. કાયદો અને વ્યવસ્થાનાં નામે રંજાડવાના ઇરાદે થતી પ્રવૃતિ અટકાવવાની માંગ સાથે નેત્રંગ મામલતદારને આવેદનપત્ર આવ્યું હતું, જે પ્રસંગે નેત્રંગ તા.પંચાયતના અજુૅન વસાવા,કારોબારી અધ્યક્ષ મગનભાઈ વસાવા,ભોલાભાઇ વસાવા,જગદીશભાઇ વસાવા અને સરપંચો સહિત બીટીપી-બીટીએસનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
નર્મદા જીલ્લામાં બીટીપી-બીટીએસનાં આગેવાનો ઉપર પોલીસનાં દમન સામે નેત્રંગ મામલતદારને આવેદન આપ્યું હતું.
Advertisement