નેત્રંગ તાલુકાનાં મોટામાલપોર ગામે આવેલ અમરાવતી નદી પર ધોલેખામ ડેમ આવેલ છે અને હાલમાં આ નદી સુકીભઠ છે. હાલમાં પશુ તથા આમ જનતાને પીવાનાં પાણી ખુબ તકલીફ છે ત્યારે મોટામાલપોર ગામની જનતાની માંગણી છે ડેમમાંથી વહેલામાં વહેલી ટકે પાણી છોડવામાં એવી ગામની જનતાની માંગ ઉઠી છે. આ નદી પર જીવતા આંજેલી, ઉડી, મોટામાલપોર, તથા ગંભીરપુરા, જેવા અનેક ગામો આવેલ છે. આ નદીમાં પાણી છોડવામાં આવે તો કોઈ પણ જનતા તથા પશુઓ પાણી પી શકે તથા આ ઉનાળાની સીઝનમાં પાણી ખુબ જરૂરિયાત ઉભી થઈ છે.મોટામાલપોર ગામનાં સરપંચ એ જણાવ્યું હતું કે મોટામાલપોર ગામ પર આવેલ અમરાવતી નદીમાં હાલ ઉનાળા સીઝન હોવાથી તે નદીમાં હાલમાં પીવા માટે પાણી પણ નથી જેથી ગામના ઢોર – પશુ, પંખી તથા જનતાને પણ પાણી પીવા માટે ખુબ તકલીફ પડે છે. ગામના સરપંચ ધોલેખામ ડેમ જઈને રજુઆત કરતા ત્યાંના સરકારી કર્મચારીએ ભરૂચ કચેરીનો સંપર્ક કરતા નદીમાં પાણી છોડવાની રજુઆત કરવામાં આવી હતી.
નેત્રંગ તાલુકાનાં મોટામાલપોર ગામે આવેલ અમરાવતી નદી સૂકી હોવાથી તેમાં પાણી છોડવા રજુઆત કરવામાં આવી.
Advertisement