નેત્રંગ માં હાલ ચાલુ રહેલ ઉનાળાની ઋતુને કારણે કુવા અને બોરના પાણી ઊતરી ગયા અને નદીઓ સુકીભટ્ટ હોવાથી નેત્રંગ ગ્રામપંચાયત દ્વારા એક દિવસ ના અંતરે પાણી આપવાની શરૂઆત કરી છે. ત્યારે અમુક વિસ્તારમાં જ્યાં બોર માં સારું પાણી હોવા છતાં ત્યાં હેડપંપ ના સહારે અને આ ગરમીમાં આમ જનતા પાણી ભરવા થી આ તોબા પુકારી ઉઠી છે.
પાણી વિના જીવન શક્ય નથી. પાણી પીવામાં વપરાય છે. તે ઉપરાંત પાણી નહાવા, કપડાં અને વાસણ ધોવા, રસોઈ બનાવવા અને ઘરની સફાઈમાં પણ વપરાય છે. ત્યારે નેત્રંગમાં છેલ્લા કેટલાક દિવસ થી એક દિવસ અંતરે પાણી આવતા ગ્રામજનો હેરાન પરેશાન થઈ ગયા છે. નેત્રંગ સરકારી આરોગ્ય કેન્દ્ર પાછળ રહેતા મુસ્તકભાઈ ખત્રી ના ઘર પાસે આવેલ હેડપંપ માં પાણી હાલ સારું છે. જ્યારે એક દિવસ ના અંતરે પાણી છે અને તે પણ ઘણું ઓછું આવી રહ્યું હોવાનું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે. વારંવાર એ વિસ્તારના આગેવાનો દ્વારા તંત્ર ને મોટર ઉતારી આપવા બાબતે મૌખિક રજુઆત કરવા છતાં કોઈ પરિણામ ન મળતા તેઓ એ સદર હેડપંપ કાઢી મોટર ઉતારી આપવામાં આવે તે બાબતે એ વિસ્તારના રહીશોએ તા.૨૮-૦૫-૨૦૨૦ ના રોજ નેત્રંગ ગ્રામપંચાયત ના તલાટીશ્રી મેં લેખિત માં રજુઆત કરી છે. આવનાર દસ દિવસ માં જો કોઈ નિવારણ નઈ આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે પ્રતીક ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડશે એવું ગામની પ્રજા ચર્ચા કરી રહી છે.
બ્રિજેશ પટેલ :- નેત્રંગ