Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગના ફુલવાડી ગામમાંથી ૭ જુગારીયાઓ રંગેહાથ ઝડપાયા,૧ ફરાર.

Share

નેત્રંગના ફુલવાડી ગામમાંથી 7 જુગારીયાઓ રંગેહાથ ઝડપાતા ચકચાર મચી ગઇ હતી, પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ-ડેડીયાપાડા રોડ ઉપર આવેલ ફુલવાડી ગામની સીમમાંથી મોટાપાયે જુગાર રમતો હોવાની બાતમી પોલીસને મળતા પુરતા પોલીસ બંદોબસ્ત સાથે રેડ કરી હતી,જેમાં ફુલવાડી ગામના જ સુકલ રડવા વસાવા,નકુલ હરીલાલ વસાવા,કનૈયા રસીક વસાવા,મનસુખ મનુ વસાવા,રાજેન્દ્ર ઝવેર વસાવા અને અરવિંદ બાલુ વસાવા જુગાર રમતા રંગેહાથ ઝડપાઇ ગયા હતા,જ્યારે અજુૅન શંકર વસાવા પોલીસને ચકમો આપીને ફરાર થઇ ગયો હતો,જ્યારે નેત્રંગ પોલીસેે અંગત ઝડપના રૂપિયા ૫૬૦૦,દાવના રોકડ ૪૭૩૦,મોબાઈલ નંગ ચાર જેની કિંમત ૭૦૦૦,નાની-મોટી બેટરી ૨૦૦ સહિત ૧૭,૫૩૦ રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબ્જે કરી તમામ આરોપીઓને પકડી જેલભેગા કરી દીધા હતા.

Advertisement

Share

Related posts

નેત્રંગનાં ડુંગરો પર કેસુદાએ જમાવ્યો રંગ.

ProudOfGujarat

હાલોલ તાલુકાના ગુનાઓમાં નાસતો ફરતો આરોપી ભરૂચનો સોક્ત ઉર્ફે ફેક્ચર આખરે પોલીસ પકડમાં આવ્યો..!!

ProudOfGujarat

વિશ્વ શાંતિ માટે ભરૂચના સાયકલિસ્ટોએ 100 કિ.મી.નું કર્યું સાયક્લિંગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!