Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ ગ્રામ પંચાયત હસ્તકની ૩ પાણીની ટાંકી ૨૦-૨૫ વષૅથી શોભાના ગાઠીયા સમાન બની જવા પામી છે, જેથી આમ પ્રજામાં ભારે રોષ જણાઇ રહ્યો છે.

Share

પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જીલ્લાનાં નેત્રંગ તાલુકા મથકે વસવાટ કરતી ગરીબ પ્રજાને ઘર આંગણે જ પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે વર્ષો પહેલા ગ્રામ પંચાયતનાં વહીવટકતૉઓ દ્વારા નેત્રંગમાં પાણી પુરવઠા યોજનામાં કરોડો રૂપિયાના ખર્ચે પંચાયત બાગની બાજુમાં, જુની નેત્રંગ વિસ્તારમાં અને ગાંધી બજારનાં ડબ્બા ફળીયા દિવ્યભવ્ય પાણીની ટાંકીનું નિમૉણ કરવામાં આવ્યું હતું,પરંતુ કમનસીબે છેલ્લા ૨૦-૨૫ વષૅથી આ ત્રણેય પાણીની ટાંકી શોભાના ગાઠીયા સમાન બની જવા પામી છે. જેમાં પંચાયત બાગની બાજુમાં આવેલ પાણીના ટાંકીમાં સન ૨૦૦૨ થી પાણી ભરવામાં આવ્યું નથી, અને ગાંધીબજાર વિસ્તારનાં ડબ્બા ફળીયા સહિત જુની નેત્રંગ વિસ્તારમાં આવેલ પાણીની ટાંકીમાં છેલ્લા કેટલાક વર્ષોથી પાણી ભરાયું નથી,અને ત્રણેય પાણીની ટાંકીની હાલત જજૅરીત થતાં સિમેન્ટનાં પોપડા નિકળતા સળીયા દેખાવા માંડ્યા છે, જેથી પાણીની ટાંકીનાં નિમૉણકાયૅમાં ભારે ગોબાચારી થઇ હોવાની આશંકાઓ સેવાઇ રહી છે, અને ગમે ત્યારે તુટી પડવાની દહેશત જણાઇ રહી છે. જ્યારે બીજી બાજુએ નેત્રંગ તાલુકા કરોડો રૂપિયાના ખર્ચે યોગ્ય પદ્ધતિ અને આયોજન વગર પાણીની ટાંકીનું નિમૉણ કરી દેવામાં આવ્યું છે,પરંતુ છેલ્લા ૨૦-૨૫ વષૅથી પાણીની ટાંકીનો ઉપયોગ કરવામાં આવતો નથી,તો કેમ કરોડો રૂપિયાના ખચૅ પાણીની ટાંકીનું નિમૉણ કરવામાં આવ્યું હતું. તે લોકમુખે ચચૉનો માહોલ બન્યો છે, જ્યારે બોર-મોટર,કુવા,તળાવ,ચેકડેમ સહિત જળાશયોમાં પાણીના સ્તર સુકાતા પીવાના શુધ્ધ પાણીની સમસ્યા ઉદભવી રહી છે,તો આગામી સમયમાં પીવાના શુધ્ધ પાણીની સમસ્યા નિરાકરણ માટે તંત્ર દ્વારા જરૂરી પગલા ભરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

Advertisement :

Advertisement

Share

Related posts

૫૧ મો મેગા રકતદાન કેમ્પ યોજાયો

ProudOfGujarat

રાજપારડીમાં માસ્ક નહિ પહેરલ વ્યક્તિઓ વિરૂદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવી.

ProudOfGujarat

પંચમહાલ જીલ્લામા રક્ષાબંધન પર્વની ઉજવણી..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!