Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ-વાલીયા રોડ ઉપર ગમખ્વાર અકસ્માતમાં કેલ્વીકુવાનાં યુવાનનું કરૂણ મોત નિપજ્યું હતું.

Share

પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકાનાં કેલ્વીકુવા ગામનાં અશોકભાઇ કોયજીભાઇ વસાવાના બંને સંતાનો આનંદ વસાવા અને નિલેશ વસાવા પોતાની મોટરસાઈકલ નંબર: જીજે-૧૬-સીક્યુ-૧૦૭૨ લઇને સવારના સાતેક વાગ્યાનાં સુમારે કેલ્વીકુવાથી વાલીયા એ.પી.એમ.સી.માં મજુરીકામ કરવા માટે નિકળ્યા હતા, જે દરમિયાન સવારનાં આઠેક વાગ્યાની આસપાસ નેત્રંગ-વાલીયા રોડ ઉપર આવેલ હરીપુરા ગામના વળાંક પાસે પસાર થતાં સામેછેડેથી પુર ઝડપે અને ગફલતભરી રીતે આવાતા ઇકો સ્પોટ ગાડી નંબર : જીજે-૦૫-આર એચ-૯૮૦૫ નાં ચાલકે અડફેટે લેતા આનંદ વસાવા (ઉ.૨૦) ને પગ-માથા અને શરીરનાં ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા ઘટનાસ્થળ ઉપર જ કરૂણ મોત નિપજ્યું હતું,અને નિલેશ વસાવાને જમણા હાથે ગંભીર ઇજા થતાં ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે નેત્રંગ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે લઇ જવા આવ્યા હતો,અને તેનો આબાદ બચાવ થયો હતો,જ્યારે બંને વાહનોનાં ફુરચેફુરચા ઉડી ગયા હતા, બનાવની જાણ રાહદારીઓ અને વાહન ચાલકોને થતાં ઘટનાસ્થળ ઉપર લોકટોળા ઉમટી પડ્યા હતા. આ બાબતે ઝઘડીયા પોલીસેે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે. પોતાના નવયુવાન પુત્રનું અકસ્માતમાં મોત નિપજતાં માતપિતા અને પરીવારના સભ્યોને ભારે આધાત પહોંચ્યો હતો, ભારે કલજે અંતિમક્રિયા કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ : ખિચડી મેડિકલ પ્રથાનો વિરોધ કરતા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ભરૂચ શાખા.

ProudOfGujarat

લાયન્સ ક્લબ ગોધરાની મિટિંગમાં ડિસ્ટ્રીક ગર્વનરની સત્તાવાર મુલાકાતનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

સાંસદ મનસુખભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને ભરુચ જીલ્લા કક્ષાનું ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!