Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગનાં કંબોડીયા ગામનાં બસ સ્ટેન્ડ પાસે ગમખ્વાર અકસ્માતમાં એકનું મોત નિપજ્યું.

Share

પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ-ઝંખવાવ રોડ ઉપર આવેલ કંબોડીયા ગામ બસસ્ટેન્ડ પાસેથી હાઇવા-ડમ્પર નંબર : જીજે-૧૫-એવી-૨૪૬૯ નો ચાલક પુરઝડપે-ગફલતભરી રીતે પસાર થઇ હતો,જે દરમિયાન સામે છેડેથી આવતી મારૂતિ વાન નંબર : જીજે-૧૬-સીએચ-૮૧૨૨ ને ટક્કર મારતાં સતીષભાઇ શંકરભાઇ વસાવા (ઉ.૩૭ રહે,રૂંધા તા.વાલીયા) બંને પગમાં,કાન અને માથા સહિત શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા ઘટનાસ્થળ ઉપર જ કરૂણ મોત નિપજ્યું હતું,જ્યારે ગમખ્વાર અકસ્માતના પગલે મારૂતિવાનના ફુરચે ફુરચા ઉડી ગયા હતા,બનાવની જાણ અન્ય રાહદારીઓ અને વાહનચાલકોને થતાં ઘટનાસ્થળ ઉપર લોકટોળાં ઉમટી પડ્યા હતા,જ્યારે નેત્રંગ પોલીસે હાઇવા-ડમ્પરના ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી હતી.

Advertisement

Share

Related posts

રાજપીપળા સર્કિટ હાઉસ ખાતે નર્મદા જિલ્લાના મીડિયા કર્મીઓની ઔપચારિક બેઠક યોજાઇ.

ProudOfGujarat

માંગરોળ અને ઉમરપાડામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરેરાશ ૮૦ થી ૮૫ ટકા મતદાન નોંધાયું.

ProudOfGujarat

વડોદરા : કરજણ તાલુકાના વલણ ખાતે સાતમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!