Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ : કેલ્વીકુવા ગામનાં ખેડુતનાં પાણીનાં સંપમાં દીપડો પડયો.

Share

પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં વાલીયા,ઝઘડીયા અને નેત્રંગ તાલુકો વન્ય પ્રાણીઓનાં વસવાટ માટે અભિયારણ બની ગયા છે, જેમાં અવરજવર દીપડો નજરે પડવા સહિત પાંજરે પુરાવવાની ઘટના પ્રકાશમાં આવતા માનવ વસ્તીમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, જેમાં ઉનાળાની સિઝનમાં ભયંકર ગરમીના પ્રકોપના કારણે નદી-નાળા, કોતરમાં પાણી સુકાઇ જવાથી પશુ-પક્ષીને પીવાના પાણી માટે ભારે વલખા મારવા પડે છે, જેમાં નેત્રંગના કેલ્વીકુવા ગામનાં ખેડુત મહેશભાઈ ડાહ્યાભાઈ પટેલની ગામની સીમ જમીન આવેલ છે, સિંચાઇના પાણીનો સદઉપયોગ તે હેતુસર ખેતરમાં પાણીનો સંપ બનાવ્યો છે,જેમાં દીપડો પોતાની તરસ બુઝાવવા માટે રાત્રીના અંધકારનાં સમયે પાણીનાં સંપ પાસે આવ્યો હતો,પરંતુ કોઇ અગમ્ય કારણોસર દીપડો પાણીના સંપમાં પડી ગયો હતો,અને સંપમાંથી દીપડો બહાર આવવા માટેના પ્રયત્નો કરતાં તેની જાણ ખેડુત વેચાણભાઇ વસાવાને થતાં પાણીના સંપમાં જોતા દીપડો પડ્યાનું માલુમ પડ્યું હતું, ત્યારબાદ નેત્રંગ વનવિભાગના આર.એફ.ઓ સરફરાઝ ઘાંચીને બનાવની જાણ કરતાં પુરતા સ્ટાફ સાથે ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા,અને દીપડાને પાણીના સંપમાંથી બહાર કાઢવા માટેનું સચૅ ઓપરેશન હાથ ધયુૅ હતું, જેમાં પાણીના સંપમાં નિસળણી ઉતારવામાં આવી હતી, જેના ઉપર દીપડો ચઢીની બહાર નીકળીને અંધકારનો લાભ ઉઠાવી ખેતરાડી વિસ્તારમાં ફરાર થઇ ગયો હતો, જ્યારે મોતના મુખમાંથી નેત્રંગ વન વિભાગે રેસ્ક્યુ ઓપરેશન કરીને દીપડાનો આબાદ બચાવ કરતાં માનવતાનાં દશૅન કરાવ્યા હતા. ઘટના સ્થળ ઉપર લોકટોળા ઉમટી પડયા હતા.

Advertisement

Share

Related posts

સુરત માલધારી સમાજ દ્વારા આજે જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને તેમની જાતિનો અનુસુચિત જનજાતિમાં સમાવેશ કર્યા હોવા છતાં લોક રક્ષકદળની ભરતીમાં અન્યાય કરવામાં આવતા તેની રજુઆત કરી છે.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે બપોરના સમયે એક વૃદ્ધ મહિલાને આખલાએ અફફેટમાં લેતા માથામાં ઘવાયેલ મહિલાને વધુ સારવાર અર્થે હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા છે.

ProudOfGujarat

રાજપીપળા : નાંદોદ તાલુકાનાં ખામર ગામે ઉંડા કોતરમાં ટ્રેકટર પલ્ટી ખાઈ જતા ચાલકનું મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!