પ્રાપ્ત માહિતી મુજબ કોવિડ-૧૯ નાં લીધે આજે સમગ્ર દેશમાં લોકડાઉનની પરિસ્થિતિ છે ત્યારે ખેડૂતોને કૃષિલક્ષી માહિતી ઘર બેઠા મળી રહે અને ખેડૂતો ખેતી લગતા પ્રશ્નોનું નિરાકરણ મળી રહે તે માટે કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા સમય અંતરે વિડિયો કોન્ફરન્સ અને વોટસએપના માધ્યમથી ખેડૂતોને માહિતી પૂરી પાડવામાં આવે છે, જેમાં પશુપાલન, બાગાયતી પાકો અને ખેતીમાં રોગ જીવાત અંગેની માહિતી તથા કોવિડ-૧૯ માહામારી સામે રક્ષણ મેળવવા માટે કેવા પગલાં લેવા અને આરોગ્ય સેતુ એપ્લિકેશન અંગે માહિતી આપવામાં આવી હતી. જેમાં મહેન્દ્રભાઈ પટેલ વિષય નિષ્ણાત,દેવેન્દ્રભાઈ મોદી વિષય નિષ્ણાત (બાગાયત), શ્રી હર્ષદ વસાવા, વિષય નિષ્ણાત (વિસ્તરણ) અને ડૉ.ધનંજય શિંકર, વિષય નિષ્ણાત( પશુપાલાન) દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે.
Advertisement