પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકાની સીમમાંથી પસાર થતી ટેકરી ઉપર ચાર-પાંચ દાયકા પહેલા ગુજરાત સરકારના સિંચાઈ વિભાગેે બલદવા ડેમનું નિમૉણ કરાયું હતું,ચોમાસાની સિઝનમાં વરસાદી પાણીનો સંગ્રહ કરીને જમણા-કાંઠાની કેનાલ મારફતે ખેડુતોને સિંચાઈ માટેનું પુરતું પાણી મળી છે,ડેમની આસપાસ વસવાટ કરતાં પશુ-પક્ષી,માનવવસ્તી સહિત કેટલાક ગામોના રહીશોને બારે માસ પીવાનું પાણી મળી છે,સહકારી મંડળીઓ દ્વારા મત્સ્યઉધોગ ચાલતા કેટલાક પરિવાર માટે આજીવિકા હોવાથી આદિવાસી વિસ્તારની જીવાદોરી ગણવામાં આવે છે,જેમાં ચોમાસાની સિઝનમાં વરસાદ થતાં બલદવા ડેમ ઉપર લીમડા,બાવરીવા સહિતના કેટલાક વૃક્ષો ઉગી નિકળ્યા છે,જે વૃક્ષો દિવસેને-દિવસે ઘટાદાર બનતા તેના મુળીયા ડેમના અંદર પ્રસરી રહ્યા છે,અને ડેમની દિવાલ ઉપર મોટી-મોટી ત્રિરાડો પડવાની શરૂઆત થઇ છે,તેવા અહેવાલ મળ્યા છે,જે આગળ જઇને બરદવા ડેમની મજબુતાઇને ભારે નુકસાન પહોંચાડી શકે તેમ છે,છતાં જવાબદાર લોકોને કંઈ જ પડી નથી તેવું સ્પષ્ટપણે જણાઇ રહ્યું છે,તેવા સંજોગો બલદવા ડેમ ઉપરના ઘટાદાર વૃક્ષોનું તાત્કાલિક ધોરણે નિકંદન કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.
નેત્રંગ : બલદવા ડેમ ઉપર ઘટાદાર વૃક્ષોથી ડેમની મજબુતાઇને ભારે નુકસાન થવાથી તાત્કાલિક ધોરણે વૃક્ષોનું નિકંદનની માંગ કરવામાં આવી.
Advertisement