Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ ખાતે એલ.સી.બી.પોલીસે જુગાર રમતા ૧૭ જુગારીયા ઝડપી પાડયા ૪ ખેલીઓ ભાગી છુટતા તેમને શોધવા પોલીસે કવાયત હાથ ધરી.

Share

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

ભરુચ જિલ્લાના નેત્રંગ નગર ખાતે તા.૩૦ મીના રોજ ભરુચ એલ.સી.બી.પોલીસે નગરના દર્શનનગર માં મળેલ બાતમી મુજબ છાપો મારતા જુગાર રમતા ૧૭ ખેલીઓ ને ઝડપી પાડયા હતા.અને અન્ય ૪ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી પકડી પાડવા કવાયત હાથ ધરી હતી.પોલીસ સુત્રો માંથી મળતી વિગતો મુજબ એલ.સી.બી.ભરૂચના પી.આઇ.જે.એન.ઝાલા ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.પીએસઆઇ ચૌહાણ અને પીએસઆઇ ગઢવીએ ઉપરોક્ત સ્થળે રેઇડ કરતા રોકડા રુ.૧૬૫૪૦ અને મોબાઇલ તથા વાહનો મળી કુલ રુ.૭૬૫૪૦ ના મુદ્દામાલ સાથે ૧૭ જેટલા જુગારીયા ઝડપી પાડયા હતા.આ પકડાયેલા જુગારીયાઓમાં ૧)સુરેશભાઇ નરપતભાઇ વસાવા રહે.ગામ ખરેઠા તા.નેત્રંગ,૨)અબ્દુલખાલીદ અનવરભાઇ શેખ રહે.આરબ ટેકરા રાજપીપલા ૩)મયુદ્દિન હુશેનભાઇ ગોહિલ કસ્બાવાડ રાજપીપલા ૪)નરસિંહભાઇ માધવભાઇ વસાવા દરબાર રોડ રાજપીપલા ૫)હુશેનભાઇ સીદીકભાઇ શેખ ખાટકીવાડ રાજપીપલા ૬)મેહબુબભાઇ ઇસ્માઇલભાઇ દિવાન જિહોલપાટી તા.નાંદોદ ૭)મગબુલભાઇ નિવાઝખાન સોલંકી નવાફળીયા ર‍ાજપીપલા ૮)શબ્બિરભાઇ કાલુભાઇ મકરાણી નવીનગરી ડેડીયાપાડા ૯)હશનભાઇ ઇબ્રાહિમભાઇ મન્સુરી કસ્બાવાડ રાજપીપલા ૧૦)હિમાંસુભાઇ ઠાકોરભાઇ સોની જીનબજાર નેત્રંગ ૧૧)ચેતનભાઇ જેઠાભાઇ વસાવા કેલ્કીકુવા નેત્રંગ ૧૨)દિલીપભાઇ શંકરભાઇ પારગી નવીનગરી ડેડીયાપાડા ૧૩)કિશોરભાઇ ગજેન્દ્રભાઇ તડવી ટોકીજ વિસ્તાર ડેડીયાપાડા ૧૪)ગોવિંદભાઇ સુરસિંગભાઇ વસાવા કોસિયાકોલા નેત્રંગ ૧૫)નંદુભાઇ નરપતભાઇ વસાવા રહે.વિરપોર ગામ તા.નાંદોદ ૧૬)કમલેશભાઇ ચીમનભાઈ માછી નવા ફળીયું રાજપીપલા અને ૧૭)મેહબુબભાઇ યાકુબભાઇ ખત્રી નેત્રંગ નો સમાવેશ થાય છે.જ્યારે પોલીસ દ્વારા અન્ય ૪ આરોપીઓને વોન્ટેડ જાહેર કરીને તેમને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.જેમાં ૧)અબ્દુલમજીદ ઉર્ફે મંજો અબ્દુલરસીદ પઠાણ રહે.નેત્રંગ ૨)અહમદ પઠાણ (પુરુ નામ જણાયેલ નથી)૩)મોન્ટુ (પુરુ નામ જણાયેલ નથી)અને ૪)સલીમ ઉર્ફે સલીયા રહે.કસ્બાવાડ રાજપીપલા નો સમાવેશ થાય છે.એલ.સી.બી.એ સપાટો બોલાવી આટલી મોટી સંખ્યામાં જુગારીયાઓ ઝડપી લેતા અન્ય સ્થળોએ જુગાર રમતા ખેલીઓમાં ભાગદોડ મચી જવા પામી છે.

Advertisement

Share

Related posts

ભરૂચનાં લીંક રોડ ઉપર શંભુ ડેરી નજીક નગર પાલિકાનાં ટેન્કર ચાલકે સાયકલ પર જતાં બે કિશોરને અડફેટે લેતા એક કિશોરનું મોત થયું હતું અને બીજા કિશોરને ઇજા પહોંચી હતી.

ProudOfGujarat

ભરૂચ દહેજ બાયપાસ રોડ પર ચપ્પુની અણીએ થયેલ લૂંટના ગુનાનો ભેદ ઉકેલી ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ

ProudOfGujarat

જામનગર : ઈઝ ઓફ લીવીંગ ઇન્ડેક્ષ – ૨૦૨૨ અંતર્ગત સીટીઝન પરસેપ્શન સર્વે અંગેના ટેમ્પ્લેટનું લોન્ચિંગ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!