પ્રાપ્ત માહિતી મુજબ વૈશ્વિક મહામારી કોરોના વાયરસનાં કારણે માનવ વસ્તી ઉપર ચારેય તરફથી સંકટનાં વાદળો ઘેરાય રહ્યા છે, અને ૨૧ દિવસનાં લોકડાઉનનાં પગલે ધંધા-રોજગાર બંધ રહેતા ગરીબ-મધ્યમ અને મજુરીવગૅ કરતાં લોકોને ખાવાના ફાંફા પડી રહ્યા છે, જીવન જરૂરીયાતની ચીજવસ્તુની દુકાનો સહિત તમામ દુકાનો ઉપર સવારના સમયે ભારે ભીડ ઉમટી રહી છે, અને ખીસામાં પૈસાના નહીં હોવાથી ગરીબ-મજુરીકામ કરીને ઘરગુજરાન ચલાવતા લોકોની હાલત દિન-પ્રતિદિન બદ્દતર બની ગઇ છે, જેમાં મુખ્યત્વે નેત્રંગ તાલુકાનાં કેલ્વીકુવા ગામની વિધવા બહેનોની દયનીય હાલત બની જવા પામી છે, જેમાં કેલ્વીકુવા ગામનાં રહીશ દલાભાઇ રૂપાભાઇ વસાવાએ ગામની વિધવા મહિલાઓને દાળ-ચોખા અને ઘઉંના લોટની કિટ બનાવી વિતરણ કર્યું હતું, અને ગામના ગરીબ-જરૂરિયાતમંદ રહીશોને શાકભાજીની કિટ બનાવી ઘરદીઠ છેલ્લા કેટલાક દિવસોથી વિનામુલ્યે વિતરણ કરવામાં આવતા માનવતાના દશૅન કરાવ્યા છે,જ્યારે દલાભાઇ વસાવાની ઉદારતાવાદી કામગીરીના કારણે ગરીબ-પરીવારોમાં આનંદ વ્યાપી જવા પામ્યો છે.
નેત્રંગ : કેલ્વીકુવાનાં યુવકે વિધવા મહિલાઓને દાળ-ચોખા અને ઘઉંના લોટનું વિતરણ કર્યું.
Advertisement