પાલઘરમાં બે સાધુઓને પોલીસની હાજરીમાં હુમલાખોરોએ લાકડીનાં સપાટા,પથ્થર અને મુંઢમાર મારી હત્યા કરી નાખતા આખા દેશમાં આ બનાવના ઘેરા પ્રત્યાઘાતો પડયા હતા.ત્યારબાદ આ હત્યારાઓને ઠેર ઠેરથી પકડી પાડવા અને ફાંસીની સજા આપવાની માંગ સાથે સાધુ સમાજ એકત્રિત થયો હતો. પરંતુ તેમાં ઢીલી નીતિ અપનાવાતા આક્રોશ લોકોમાં જોવા મળ્યો હતો.તેના પડઘા આખા ભારતભરમાં પડ્યા હતા ત્યારે આવા સમયે ભારત રક્ષા મંચ ગુજરાત પ્રદેશના દરેક જિલ્લાના જવાબદાર સભ્યોએ આવેદનો આપ્યા હતા તેના ભાગરૂપે આજરોજ નેત્રંગ મામલતદાર એલ.આર.ચૌધરીને ચાર સભ્યોએ સામાજીક અંતર રાખી લેખિત રજુઆત કરી હતી.ભરૂચ જિલ્લા કલેકટરને એમ.ડી.મોડિયાને આ આવેદન મામલતદાર કચેરી દ્વારા રિસીવ કરી લોકડાઉન ચાલતું હોય રવાના કરવામાં આવશે. ભારત રક્ષા મંચ ગુજરાત પ્રદેશએ આવેદન આપી તેમાં માંગ કરી છે કે 16-04-2020 ના રોજ મહારાષ્ટ્રના મુંબઈ નજીક આવેલ પાલઘર ખાતે લોકડાઉનમાં ફસાયેલા બે સાધુ અને તેની ગાડીના ડ્રાઈવરની જે રીતે નિર્મમ હત્યા કરવામાં આવેલ છે તેની સીબીઆઈ અથવા એનઆઈએની તપાસ કરવામાં આવે અને આ તાત્કાલીક દોષીઓને સખત સજા કરવામાં આવે એવી ભારત રક્ષા મંચના ગુજરાત પ્રદેશના અતુલ પટેલ,ઈન્દુબેન સોરઠીયા ,ભાવનાબેન પંચાલ ,પ્રકાષ ગામીત ,સ્નેહલ પટેલ ,મનસુખ વસાવા અને ભુપેન્દ્ર ચૌધરીએ માંગ કરી હતી.
પાલઘરમાં થયેલ સાધુઓની હત્યાની સીબીઆઈ અથવા એનઆઈએની તપાસ કરવા રજુઆત ભારતરક્ષા મંચ ગુજરાત પ્રદેશ ભરૂચ નેત્રંગ દ્વારા મામલતદાર નેત્રંગ અને ભરૂચ કલેકટરને આવેદન આપ્યું.
Advertisement