નેત્રંગ તાલુકામાં ખેડૂતને દિવસનાં 13 કલાક વીજપુરવઠો આપવામાં આવે તો તેમના ઉભા પાકને બચાવી શકાય તેમ છે. આ એક મહિનાથી લોકડાઉન ચાલે છે. જેને લઇ ઉદ્યોગ ધંધા બંધ હોવાથી વીજ કંપનીઓ પાસે વિજળી સરપ્લસ થઈ રહી છે. જે નહિ વપરાતા કરોડો રૂપિયાનું નુકસાન સરકારને થઈ રહ્યું છે. આ વીજળી ખેડૂતોને દિવસ દરમ્યાન અપાય તો દીપડાના ત્રાસથી જીવ બચાવી ખેડૂતો ખેતી કરી શકે તેમ છે. તેમના ઉભા પાકો વધુ બગડતા અટકાવી શકે. શાકભાજી વેચાતા નથી, બાગાયતી પાકોના ભાવ મળતા નથી, આથી મજબુર ખેડૂતો સાવ મફતમાં આપી રહ્યા છે. મજૂર પણ આવતા નથી જેવી ઘણી સમસ્યાઓ હશે ત્યારે સરકાર ખેડૂતોની વર્ષોની માંગણી સ્વીકારી દિવસ દરમ્યાન લાઈટ આપે તો દુનિયાના લોકોનું પેટ ભરતાં ખેડૂતો સિંચાઈ કરી ઘાસચારો ઉગાડી પશુપાલન પણ કરી શકે તેવી આશાએ બેઠો છે.લાઈટ દિવસે નહિ આપવામાં આવે તો ખેડૂત અને ખેતમજૂરો માટે છપ્પનિયા કાળની પરિસ્થિતિ આદિવાસી વિસ્તારમાં સર્જાય શકે તેમ છે.ખરેખર આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વોરીયર્સ માટે થાળી અને તાળી વગાડાવી સન્માન કર્યું ત્યારે આ ખેડૂતો પણ સન્માનનાં હક્કદાર હતા તે કેમ ભુલાય ગયું ખેડૂત ખેતી કરી લોકોની ભૂખ સંતોષે છે .નેત્રંગ તાલુકાના બાગાયતી ખેતી કરતા ખેડૂતોને તેમના કેળ, પપૈયા અને તડબુચના પાકનો કોઈ ખરીદાર નથી.
રિપોર્ટર, નેત્રંગ તાલુકો
પટેલ બ્રિજેશકુમાર બી.
નેત્રંગ તાલુકાનાં ખેડૂતોએ સમસ્યાને લઈને નેત્રંગ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું.
Advertisement