કેલવીકુવા ગામનાં એન.આર.આઇ ભકત (પાટીદારો) ગામ રક્ષક દળના 170 જેટલા જવાનોની વ્હારે આવતાં તમામને અનાજની કીટનું વિતરણ કરવામાં આવતા જવાનોમાં આનંદની લાગણી ફરી વળી છે. નેત્રંગ પોલીસ સ્ટેશનની સ્થાપના બાદ અપૂરતા મરેકામથી ચાલતી કામગીરીને લઇને પોલીસ કર્મચારીઓની મદદ માટે ગામ રક્ષક દળના જવાનોની મદદ લેવી પડે છે. નેત્રંગ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી નેત્રંગ પોલીસ સ્ટેશનમાં આશરે ૧૭૦ જેટલા ગરીબ આદિવાસી પરિવારોનાં ભાઈઓ-બહેનો ફરજ બજાવવા માટે આવે છે. કોરોના વાયરસના પગલે જી.આર.ડી જવાનો હાલમાં સતત 40 ડિગ્રી તાપમાનમાં ખડે પગે પોલીસ કર્મચારીઓ સાથે સાથે ફરજ બજાવી રહ્યા છે. ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ કરતા ખાતાકીય કામગીરી અને કાયદો વ્યવસ્થાની નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા હોય છે. કેટલાક જી.આર.ડી જવાનોના ઘરની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાથી ફરજ ઉપરથી ઘરે ફર્યા બાદ ખેતરોમાં ખેત મજૂરી કરવા જતા હોય છે. તો જ ઘરનો ચૂલો સળગતો હોય છે, લોક ડાઉનના પગલે ગામ રક્ષક દળ (જી.આર.ડી) જવાનો અને પરિવારને ખાવાના ફાંફા પડી રહ્યા છે. તેવા સંજોગોમાં મોદીજીએ 14 મી એપ્રિલના રોજ 3 મે સુધી લોક ડાઉન વધારવાની જાહેરાત કરી હતી અને પ્રધાનમંત્રી મોદીજીએ પોતાનાં ભાષણમાં જણાવ્યું હતું કે રાત દિવસ પોતાની પોતાનાં પરિવારની ચિંતા કર્યા વગર સફાઈ કામદારો,ડોક્ટરો, પોલીસના જવાનો આપની સેવા કરી રહ્યા હોવાથી આપણે સૌએ તેમણે સન્માન આપવું જોઈએ. જે અસર છેક અમેરિકામાં થઈ હતી. મોદીજીની સન્માનની કરેલ પહેલને લઈને નેત્રંગ તાલુકાના કેલવીકુવા ગામના એન.આર.આઈ પાટીદારો વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયા છે જેમાં હરીવદનભાઈ રઘુવીર ભાઈ ભકત (ભકત પાટીદાર) સતિષભાઈ રઘુવીરભાઈ ભકત (ભકત પાટીદાર) મહેશભાઈ ડાહ્યાભાઈ પટેલ (ભકત પાટીદાર) થકી નેત્રંગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ગરીબ આદિવાસી ભાઈઓ-બહેનો ગામ રક્ષક દળના નેજા હેઠળ પોલીસના જવાનોને મદદ કરી રહ્યા છે. તેવા 170 જેટલા જવાનોને 13 જેટલી અનાજની વસ્તુઓની કીટ બનાવરાવીને નેત્રંગ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ બાલ કૃષ્ણ એસ.ગામીત, રાઇટર કમલેશભાઈ, ધૂળા ભાઈ સુથાર તેમજ કેલવીકુવા ગામનાં અગ્રણીઓ હસ્તે અનાજની કીટનું વિતરણ કરાવીને એન.આર.આઇ હરીવદનભાઈ રઘુવીર ભાઈ ભકત, સતિષભાઈ રઘુવીરભાઈ ભકત,મહેશભાઈ ડાહ્યાભાઈ પટેલ તથા તેમના પરિવારો થકી મોદીજીની સન્માનની વાતને સમર્થન આપીને અનાજની કીટનું વિતરણ કરીને ગામ રક્ષક દળના જવાનોનું સન્માન કર્યું છે.
નેત્રંગ : કેલવીકુવા ગામનાં એન.આર.આઇ ભકત (પાટીદારો) ગામ રક્ષક દળનાં 170 જેટલા જવાનોની વ્હારે આવતાં તમામને અનાજની કિટનું વિતરણ કરવામાં આવ્યું.
Advertisement