નેત્રંગ ટાઉનમાં વસતા ગરીબ આદિવાસી, મજુરીયાત વર્ગને કપાસીયા તેલનું વિતરણ કરવામાં આવતા આનંદની લાગણી ફરી વળી છે. કોરોના વાયરસને લઇને રાજય તેમજ દેશ ભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવતા આમ જનતા પોતપોતાના ધરોમો કેદ છે.ત્યારે ચારે બાજુ ધંધા રોજગાર બંધ પડતાં સૌથી વધુ અસર ગરીબ,મધ્યમ વર્ગ તેમજ મજુરીયાત વર્ગ પર પડેલ છે. તેમાં પણ રોજ શેર લાવીને ખાવાવાળો વર્ગ મોટો છે.તેવા સંજોગોમાં વિવિધ સંસ્થાઓ મજુરીયાત વર્ગની દયનીય સ્થિતિ જાણી સમજીને લોકો અનાજથી લઇને અનેક ચીજોની કિટ બનાવી મફત વિતરણ કરી રહયા છે.ત્યારે નેત્રંગ ટાઉનના ખેડૂત અગ્રણી અને વાલીયા ખેતીવાડી ઉત્પન બજાર સમિતિ (A.P.M.C)ના વાઇસ ચેરમેનશ્રી હાદિઁક સિંહ વાંસદીયા દ્વારા પોતાના સ્વ. પિતા સુરેન્દ્રસિંહ (સુભાષભાઇ)ધીરજ સિંહ વાંસદીયાના જન્મ દિવસ નિમિત્તે નેત્રંગ ટાઉનમાં આવેલ ધામલાકંપની ફળીયુ, લીમડા ફળિયુ, અવિધા કંપની, જુના નેત્રંગ, દેશમુખ ફળિયું, નવીવસાહત, ભાટા કંપની,વગેરે વિસ્તારમાં વસતા મજુરીયાત અને આદિવાસી પરીવારોને ઘર દીઠ એક કીલો કપાસીયા તેલનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાતસો જેટલા પરીવારોને સાતસો કિલો ખાવાના તેલનું વિતરણ ખેડૂત અગ્રણી અને વાલીયા ખેતીવાડી ઉત્પન બજાર સમિતિના વાઇસ ચેરમેન હાર્દિક સિંહ વાંસદીયાએ કરીને પોતાના સ્વ.પિતાના જન્મ દિવસ નિમિત્તે માનવતાનું ઉમદા કાર્ય કરતા રાજપૂત સમાજમાં ગૌરવની લાગણી ફરી વળી છે.
નેત્રંગ ટાઉનમાં મજૂર વર્ગને તેલનું વિતરણ કરવામાં આવ્યું.
Advertisement