પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકામાં કોરોના વાયરસના સંક્રમણથી દર્દી અને ૧૦૮ના કર્મચારીઓને બચાવવા અને તેમની તકેદારીના ભાગરૂપે નેત્રંગ તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્રની “રોગી કલ્યાણ સમિતિ”ના સભ્ય અતુલ બી પટેલ અને ગણેશ સુગર વટારીયાના દ્વારા ૫૦ લીટર સેનીટાઈઝર અને નેત્રંગ તાલુકા પંચાયત ખેતીવાડી વિભાગમાં ફરજ બજાવતા વિસ્તરણ અધિકારી યોગેશ ડી પવાર દ્વારા ૧૦૮ ને સેનીટાઇઝ કરવા પંપ આપી ૧૦૮ ને કોઈપણ શંકાસ્પદ દર્દીનો કેસ લાવ્યા પછી એમ્બ્યુલન્સને સેનીટાઈઝર વડે વિષાણુ મુક્ત રાખવાથી કોરોના વાઇરસ સામે રક્ષણ મેળવી નેત્રંગ તાલુકાને કોરોના મુકત કરવાનો સંકલ્પ લીધો છે.યોગેશ પવાર અને અતુલ પટેલના હસ્તે ૧૦૮ નેત્રંગ-૧ અને ૨ ના ઈએમટી અને પાયલોટને સેનીટાઈઝર અને ૧૦૮ ને સંપૂર્ણ રોજેરોજ સેનિટાઈઝ કરવા માટે પંપ આપવામાં આવ્યો હતો.
Advertisement