પોતાની સલામતી સાથે પક્ષીઓની સુરક્ષાનું ધ્યાન અમે રાખશું એવી મનથી પ્રતિજ્ઞા લીધી હતી.
આપણામાં જીવ છે તેમ પક્ષીઓનો પણ જીવ અને પરીવાર છે એટલે પતંગોત્સવ તહેવાર ઉજવતા પક્ષીઓની સુરક્ષા રાખી જીવદયાનું ઉત્તમ કાર્ય કરીયે.અતુલ પટેલ .વાઈલ્ડ લાઈફ વોર્ડન સૂચિત વન્યપ્રેમી ,નેત્રંગ.
ભાસ્કર ન્યુઝ નેત્રંગ. 11/01/2019
નેત્રંગ તાલુકામાં સરકારના કરુણા અભિયાન અંતર્ગત રેંજ ફોરેસ્ટ કચેરી નેત્રંગ અને વાઇલ્ડ લાઇફ વોર્ડન (વન્યપ્રેમી)આગેવાન દ્વારા સંયુક્ત રીતે ઉત્તરાયણના પર્વને પરંપરાગત રીતે ઉજવવા આપણા સ્વાસ્થ્ય અને પક્ષીઓની સુરક્ષા અને સલામતી કેમ જાળવવી તેવા આશયથી શ્રીસાંદીપની અને એમ.એમ.ભક્ત હાઈસ્કૂલના બાળકોમાં જીવદયા પ્રત્યે જાગૃતિ આવે તેના માટે માર્ગદર્શન સેમિનાર કરવામાં આવ્યો હતો.
આ જાગૃતિ અભિયાનમાં નેત્રંગ તાલુકા વાઈલ્ડ લાઈફ વોર્ડન ( વન્યપ્રેમી ) અતુલભાઈ પટેલે 1800 ઉપરાંત વિદ્યાર્થીઓને સરકારના કરુણા અભિયાન અંતર્ગત જાગૃતિ માર્ગદર્શન આપતા અગાસી પર પતંગ ચગાવવા જાવ ત્યારે આપણી સલામતી સાથે પક્ષીઓની પણ સલામતી જાળવવી જોઈએ.ઘાયલ પક્ષીની આંખોને કપડા અથવા જુના મોજાથી ઢાંકી દેવી જોઈએ.લોહી નીકળતું હોય ત્યાં રૂ મૂકી લોહી બંધ કરવું જોઈએ.ઘાયલ પક્ષીની જાણ થાય તો વન વિભાગ,પશુ તબીબ અને વન્યપ્રેમીઓનો સંપર્ક કરવો.ઈજા પામેલ પક્ષી પર પાણી રેડવું નહિ.દોરા વીંટળાયેલ હોય તો ખેંચતાણ નહીં કરવી.ઈલેક્ટ્રીક તારમાં ફસાયેલ પક્ષીને લઈ તેને બચાવવા આપણો જીવ જોખમમાં મુકવો નહીં વગેરે સમજણ આપી હતી.
કાર્યક્રમને અંતે વન વિભાગ નેત્રંગના ઇ.આર.એફ.ઓ. સરફરાઝ ઘાચીએ બંને શાળાના વિદ્યાર્થીઓ,શિક્ષકો અને હાજર સૌવને કરુણા અભિયાન 2019 અંતર્ગત પ્રતિજ્ઞા લેવડાવી હતી જેમાં સવારે 9 થી 6 સુધી જ પતંગ ચગાવીશું.ચાઈનીઝ દોરી અને તુક્કલ નો ઉપયોગ કરશું નહિ.પોતાની સલામતી અને પક્ષીઓની સલામતીનું પણ ધ્યાન રાખીશું.પક્ષી ઈજાગ્રસ્ત દેખાય તો હેલ્પલાઈન નંબર 02643 282250 પર સંપર્ક કરવા વિનંતી કરી હતી.
સરકારી કરુણા અભિયાન અંતર્ગત કરવામાં આવેલ જાગૃતી કાર્યક્રમમાં એસ.યુ.ઘાચી ઈ. આર. એફ.ઓ. નેત્રંગ વન વિભાગ,અતુલભાઈ પટેલ સુ.વાઈલ્ડ લાઈફ વોર્ડન(વન્યપ્રેમી ),પ્રમોદસિંહ ગોહિલ ઈ. આચાર્ય એમ.એમ.ભક્ત,ઉપેદ્રભાઈ ગોહિલ શ્રી સાંદિપની શાળા આચાર્ય અને વન વિભાગના કર્મચારીઓ અને શિક્ષકો હાજર રહયા હતા.