પ્રાપ્ત માહિતી મુજબ વૈશ્વિક મહામારી કોરોના વાયરસના લોકડાઉન અપતા જનજીવન ઠંભી ગયું છે,ધંધા-રોજગાર સદંતર બંધ રહેતા ગરીબ-મધ્યમ અને મજુર વગૅને ખાવાના ફાંફાં પડી રહ્યા છે,નેત્રંગ તાલુકાના અંતરિયાળ વિસ્તારના કેટલાક ગામોમાં તો પીવાના પાણી સહિત જીવનજરૂરી ચીજવસ્તુ કોઇ સગવડ નહીવત જણાઇ રહી છે,ઉનાળાની ભયંકર ગરમીમાં આખો દિવસ મહેનત-મજુરીકામ કરીને કેટલાક ગરીબ લોકોના સાંજના સમયે ઘરનો ચુલો સળગતો હોય છે,મજુરીકામ કરીને ઘર ગુજરાન ચલાવતા ગરીબ લોકોને રોજીરોટી માટે વલખા મારવા પડી રહ્યા છે,તેવા સંજોગોમાં ભરૂચ યુથ કોંગ્રેસ પ્રમુખ શેરખાન પઠાણ દ્વારા નેત્રંગ તાલુકાના ૭૮ ગામોમાં જીવનજરૂરી ૧૦ ચીજવસ્તુની અનાજ કિટ ઘરદીઠ પહોંચાડવાનું આયોજન કરાયું છે,
ગામે-ગામ યુવાનો સવૅ કરીને રાજનીતિથી ઉપર ઊઠીને અનાજની કિટ પહોંચાડવામાં આવતા ગરીબ-મધ્યમ અને મજુરીવગૅને કટોકટીભયૉ સમયમાં કંઇક અંશે રાહત મળતા આનંદ વ્યાપી જવા પામ્યો છે,આ બાબતે શેરખાન પઠાણેે સંવાદમાં જણાવ્યું હતું કે,વૈશ્વિક મહામારી કોરોના વાયરસના કારણે જરૂરિયાતમંદ લોકો માટે દરેક આગેવાનોએ સ્વંયભુ આગળ આવવું જોઈએ તેવું જણાવ્યું હતુ.
નેત્રંગ તાલુકામાં ગરીબ-મધ્યમ અને મજુર વગૅને મોટાપાયે અનાજ કિટનું વિતરણ કર્યું .
Advertisement