પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જીલ્લાના મુખ્ય વેપારી મથક તરીકે નેત્રંગ તાલુકાની ગણના થાય છે,સિંચાઈના પાણીની અપુરતી સુવિધાના અભાવે ખેડુતોની હાલત દિન-પ્રતિદિન બદતર બની રહી છે,એક કડવી વાસ્તવિકતા છે, તેમ છતાં ખેડૂતો ૮૦૦-૧૦૦૦ ઉંડા બોર કરાવીને ખેતીકામ કરતાં હોય છે,નેત્રંગના કેલ્વીકુવા, કંબોડીયા, બોરખાડી, આટખોલ, બલદવા સહિત કેટલાક ગામના મોટેભાગનાં ખેડુતો કેળાની ખેતી કરતાં હોય છે,અને મબલખ પાકનું ઉત્પાદન કરીને આર્થિક રીતે સધ્ધર બન્યા છે,પરંતુ હાલના સમયમાં વૈશ્વિક મહામારી કોરોના વાયરસના કારણે લોકડાઉન કરાતાં ધંધા-રોજગાર બંધ પડ્યા છે,તેની સીધી અસર ખેતી ઉપર જણાઇ રહી છે,જેમાં કેલ્વીકુવાના એક ખેડુતે સંવાદમાં જણાવ્યું હતું કે,નેત્રંગ તાલુકામાં વેપારીઓ ખેડુત પાસેથી રૂ.૩૦ નાં ભાવે મણ કેળા ખરીદીને બજારમાં રૂ.૩૦ કિલો વેચે છે,તેવા સંજોગોમાં ખેડુતોને કેળાના પાકના ઉત્પાદન અને ગુણવતા મુજબ ભાવ મળી રહેતો નથી,ખેડુત રોપણી,ખાતર,દવાનો છંટકાવ અને ખેતમજુરી માથે પડી રહી છે,ખેતરમાં કેળાનો પાક તૈયાર છે,ઓછા ભાવના કારણે ખેડુતોની એક કેળના છોડ પાછળ ઓછામાં ઓછા ૭૦ રૂ.વધુ ખચૅ થવાનું જાણવા મળ્યું છે,કેળા કાપવા મજુરો પણ મળતા નથી,આ બાબતે ખેડુત આલમમાં રોષ જણાઈ રહ્યો છે,આ વષૅ તરબુચની ખેતીમાં પણ મોટાભાગના ખેડુતોને આર્થિક ફટકો પડવાની શક્યતાઓ જણાઈ રહી છે,હાલમાં ૩-૪ રૂપિયે તરબુચ વેપારી લઇ જઇ રહ્યા છે,લોકડાઉનના પલગે ખેડુતોની હાલત પણ દયનીય બની ગઇ છે.
નેત્રંગમાં વેપારી ખેડુત પાસે રૂ.૩૦ નાં ભાવે મણ કેળા લઇ બજારમાં રૂ.૩૦ કિલો વેચે છે.
Advertisement