પ્રાપ્ત માહિતી મુજબ વૈશ્વિક મહામારી કોરોના વાયરસના કારણે આગામી ૩ મે સુધી લોકડાઉન કરી દેવામાં આવતા અને ધંધા-રોજગાર ઠપ્પ થઇ જતાં ગરીબ-મધ્યમ અને મજુરીવગૅને ખાવાના ફાંફા પડી રહ્યા છે,સવારના સમયે અનાજ-કરીયાણાની દુકાનો ઉપર જીવનજરૂરી ચીજવસ્તઓ તો મળે છે,પરંતુ ગરીબ લોકોના ખિસ્સામાં પૈસા નહીં હોવાથી તેની ખરીદી કરવી અશક્ય બની જતી હોય છે,જેમાં નેત્રંગ તાલુકા મથકના નોળીયા કંપની વિસ્તારમાં રહેતા બાર જેટલા પરીવાર પણ બાકાત રહ્યા નથી,પરીવારના બાળકો સહિત અન્ય સભ્યોને છેલ્લા કેટલાક દિવસોથી ખાવા માટેનું અનાજ પણ મળતું ન હતું,લોકડાઉનનાં પગલે ઝુપડપટ્ટીમાંથી બહાર નીકળી શકાય તેમ ન હતું,તેવા સંજોગોમાં નોળીયા કંપની વિસ્તારમાં રહેતા એક રહીશે ભરૂચ જીલ્લા પોલીસ કંટ્રોલ ખાતે ટેલિફોનીક સંપકૅ કરીને પોતાની વ્યથા અને વેદના જણાવી હતી,તાત્કાલિક ભરૂચ કંટ્રોલથી નેત્રંગ પોલીસ સ્ટેશનમાં ટેલિફોનીક વધીૅ મળી હતી,અને નોળીયા કંપનીમાં રહેતા બાર પરીવારને સહાયતા પહોંચાડવા માટે સુચના મળતા નેત્રંગ પો.સ્ટેશનના પીએસઆઇ બી.એસ ગામીત સ્ટાફના કમીૅઓ સાથે તાત્કાલીક નોળીયા કંપની પહોંચી બાર પરીવારને અનાજની કિટનું વિતરણ કયુૅ હતું,અને પીવાના પાણીની વ્યવસ્થા ઉભી કરી માનવતા દશૅન કરાવ્યા હતા,જરૂરી સહાયતા મળતા બાર પરીવારના સભ્યોએ નેત્રંગ પોલીસ અને ભરૂચ પોલીસનો આભાર માન્યો હતો.
નેત્રંગ પોલીસે નોળીયા કંપનીમાં બાર પરીવારને અનાજ કિટનું વિતરણ કર્યું.
Advertisement