નેત્રંગ તાલુકાનાં ફોકન ગામે આવેલ હર્ષદ મેંગો પ્રો.પ્રા.લિ. કે જે અથાણાં, કેરીનાં રસનું ઉત્પાદન કરે છે, જેઓનાં થકી ભોટ નગર તેમજ ઊડી ગામે અનાજની કિટનું વિતરણ કરવામાં આવતા ગરીબ આદિવાસી પરિવારોમાં આનંદની લાગણી ફરી વળી છે. કોરોના વાઇરસને લઈને 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવતાં ધંધા રોજગાર બંધ રહેતાં ગરીબ મધ્યમ અને મજૂરીયાત વર્ગનાં લોકોને બે ટંકનાં ખાવાનાં ફાફા પડી રહ્યા છે. ખિસ્સામાં પૈસા ના હોવાથી ગરીબ મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતાં લોકોની હાલત દિન પ્રતિદિન કફોડી બની રહી છે. જયારે ગ્રામ પંચાયતનાં સરપંચ શીવલાભાઈ વસાવા, તેમજ ડૉ.સરપંચ સંજયભાઈ વસાવા થકી વડપાન ખાતે આવેલ શ્રી રામ કર્વારીનાં માલિક કાંતિભાઈ ચોટલીયા દ્વારા વડપાન ફોકન ગામમાં અનાજની કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જયારે હર્ષદ મેંગો પ્રોડકટનાં નરેશભાઇ શાહ, રાજુભાઇ શાહ, બંકિમભાઈ શાહ, નિલેષભાઈ શાહ થકી 420 જેટલી અનાજની કિટનું વિતરણ સરપંચ શીવલાભાઈ વસાવા, ડે.સરપંચ સંજયભાઈ વસાવા તેમજ સભ્યોનાં હસ્તે ભોટ નગર તેમજ ઊડી ગામમાં કરવવામાં આવ્યું હતું. જેને લઈને આદિવાસી પરિવારોમાં આનંદની લાગણી ફરી વળી છે.
નેત્રંગનાં ભોટ નગર ઊડી ગામે ગરીબો માટે અનાજની કિટનું વિતરણ કરાયું.
Advertisement