નેત્રંગ તાલુકા પોલીસ સ્ટેશનની રચનાનાં પ્રથમ દિવસથી જ સિંચાઇ યોજનાનાં જર્જરિત થયેલ તેમજ બંધ પડેલા ૧૦”x૧૦” ની રૂમોના સ્ટાફ કવાટર્સમાં ચાલતી કામગીરી લઈને કોરોના વાઈરસને લઈને તેમજ તહેવારોને અનુલક્ષીને પ્રજા અને પોલીસ વચ્ચે યોજવામાં આવેલ મિટિંગ ખુલ્લા મેદાનમાં કરવી પડી હતી.તો બીજી તરફ કોરોના વાઈરસને લઈને ચોવીસ કલાક ખડે પગે રહીને ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ કરોડો રૂપિયા ખર્ચે તૈયાર થયેલ સ્ટાફ કવાટર્સ આજ દીન સુધી નસીબ નહિ થતા અપ ડાઉન કરીને હેરાન પરેશાન થઈ રહ્યા છે.તાલુકા મથક નેત્રંગ ખાતે અલગ પોલીસ સ્ટેશનની રચના બાદ તાત્કાલિક ધોરણે પોલીસ સ્ટેશનની કામગીરી બળદેવા સિંચાઇ યોજનાનાં બંધ પડેલા અને વર્ષો જુના જર્જરિત થઈ ગયેલા સ્ટાફ કવાટર્સ ની ૧૦”x૧૦” ની રૂમો ધમધમતું કરવામાં આવ્યું હતું. સદર કવાટર્સમાં છેલ્લા બે ત્રણ વર્ષથી કામગીરી પોલીસ કર્મચારીઓ મહામુસીબતે કરી રહ્યા છે. જર્જરિત થયેલા રૂમોને કારણે ધાબામાંથી પાણી ટપકે છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા પોલીસ સ્ટેશન અધતન સુવિધા ધરાવતું તેમજ પોલીસ કર્મચારીઓ માટે રહેઠાણ માટે કરોડો રૂપિયાના ખર્ચે આલીશાન ઓફીસ તેમજ ક્વાટર્સનું નિર્માણ કરવામા આવ્યું છે. જેની તમામ પ્રકારની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. ઠેકેદાર દ્વારા તેનો સંપૂર્ણ હવાલો પોલીસ વિભાગને સોંપી દેવામાં આવ્યો છે. છેલ્લા છ-છ માસ થી તૈયાર થયેલ નવનિર્મિત પોલીસ સ્ટેશન તેમજ સ્ટાફ કવાટર્સ ધૂળખાઈ રહ્યું છે. તેમ છતાં તેની ઉદઘાટનની વિધિ બાકી હોવાના કારણે પોલીસ સ્ટેશનની કામગીરી હાલની તારીખે જોખમી અને જર્જરિત મકાનોમાં ચાલી રહી છે.જ્યારે ૬ એપ્રિલના રોજ વિભાગીય પોલીસ વડા અંકલેશ્વરના એમ.પી.ભોજાણી દ્વારા કોરોના વાઈરસને લઇને હનુમાન જયંતી તેમજ સબે બારતનો ધાર્મિક તહેવાર હોય જેને અનુલક્ષીને વિભાગીય પોલીસ વડા એમ.પી.ભોજાણી સાહેબ દ્વારા ગામના બંને સમાજના અગ્રણીઓને બોલાવીને એક મિટિંગ યોજી હતી. જુના મકાનોમાં હાલમાં પોલીસ સ્ટેશનની કામગીરી ચાલતી હોઇ ૧૦”x૧૦” ની રૂમમાં બેઠક વેવસ્થા ઓછી પડતી હોવાના કારણે આખરે પ્રજા અને પોલીસ વચ્ચે ખુલ્લા મેદાનમાં મિટિંગ યોજવાની ના છૂટકે ફરજ પડી હતી.પોલીસ કર્મચારીઓની હાલમાં ચોવીસ ચોવીસ કલાકની ચાલતી કામગીરી તેમજ અપ ડાઉન કરીને ફરજ પર આવતો સ્ટાફ હેરાન પરેશાન થઈ રહ્યો છે.તેવા સંજોગોમાં જિલ્લા પોલીસ વડા ભરૂચના ચુડાસમા સાહેબ દ્વારા તાત્કાલિક નિર્ણય લઈને ઉદઘાટન વિધિની ઝંઝટમાં પડ્યા વગર નવા પોલીસ સ્ટેશનમાં કામગીરી શરૂ કરાવે તેમજ પોલીસ કર્મચારીઓને રહેઠાણ માટે કવાટર્સની પણ કોરોના વાઇરસની મહામારી વચ્ચે ફાળવણી કરી દેવામાં આવે તેવું પ્રજામાં ચર્ચાઈ રહ્યું છે.
નેત્રંગ : નવનિર્મિત સ્ટાફ કવાટર્સ સાથે તૈયાર થયેલ પોલીસ સ્ટેશન છેલ્લા ૬ માસથી ધૂળ ખાઈ છે.
Advertisement