પ્રાપ્ત માહિતી મુજબ વૈશ્વિક મહામારી કોરોના વાયરસના કારણે માનવ વસ્તી ઉપર ચારેય તરફથી સંકટના વાદળો ઘેરાય રહ્યા છે,અને ૨૧ દિવસના લોકડાઉનના પગલે ધંધા-રોજગાર બંધ રહેતા ગરીબ-મધ્યમ અને મજુરીવગૅ કરતાં લોકોને ખાવાના ફાફા પડી રહ્યા છે,જીવનજરૂરીયાતની ચીજવસ્તુની દુકાનો સહિત તમામ દુકાનો ઉપર સવારના સમયે ભારે ભીડ ઉમટી રહી છે,અને ખીસામાં પૈસાના નહીં હોવાથી ગરીબ-મજુરીકામ કરીને ઘર ગુજરાન ચલાવતા લોકોની હાલત દિન-પ્રતિદિન બદ્દતર બની ગઇ છે,તેવા સંજોગોમાં નેત્રંગ તાલુકાના બેડોલી ગામના મુળનિવાસી અને હાલમાં અમેરિકા મુકામે સ્થાયી થયેલા મોરારભાઇ પરભુભાઇ ભક્ત,પ્રમોદભાઇ મથુરભાઇ ભક્ત,વિનોદભાઇ ડાહ્યાભાઈ ભક્ત અને સમગ્ર ગામ પરીવાર ધ્વારા પોતાના માદરે વતન રહેતા લોકોના વ્હારે આવ્યા છે,અને જીવનજરૂરીયાત ચીજવસ્તુની અનાજની કિટ બનાવી નેત્રંગ મામલતદાર એલ.આર ચોધરીના દ્વારા ગ્રામજોને અનાજની કિટનું વિતરણ કરાતા ગરીબ લોકોમાં આનંદ વ્યાપી જવા પામ્યો હતો,જે દરમિયાન ચાસવડ ડેરની પ્રમુખ સન્મુખભાઇ ભક્ત,ઉપપ્રમુખ હિમાંશુ ભક્ત,પ્રિતેશભાઇ ભક્ત,અતુલભાઈ પટેલ સહિત ગામના આગેવાનો જોડાયા હતાં.
નેત્રંગ : બેડોલી ગામમાં ગરીબ પરીવારને અનાજ કીટનું વિતરણ કરાયું.
Advertisement