નેત્રંગ તાલુકાની મુખ્ય પ્રાથમિક કુમાર અને કન્યા શાળામાં બાળકોને ફૂડ સિક્યુરીટી એલાઉન્સીસની કામગીરી હાથ ધરવામાં આવી.
મધ્યાહ્ન ભોજન યોજના નિયમો-૧૫ ના નિયમ-૯ની જોગવાઈઓ મુજબ જે શાળાએ જતાં બાળકોને જ્યારે ભોજન ન આપવામાં આવે તો જુદા – જુદા કારણોથી ત્યારે Food Security Allowances આપવાની જોગવાઈ છે.જેને લઈને નેત્રંગ તાલુકાની મુખ્ય કુમાર અને કન્યા પ્રાથમિક શાળામાં હાલ ચાલી રહેલ નોવેલ કોરોના વાઇરસ (covid – 19) જેને WHO દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. તેના અનુસંઘાને ગુજરાત રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ ૧૬ મી માર્ચ ૨૦૨૦ થી ૨૯ મી માર્ચ ૨૦૨૦ સુધી બંઘ રાખવા રાજ્ય સરકારે જાહેરનામું બહાર પાડેલ છે. જેને કારણે રાજ્ય સરકારે નિયત કરેલ કુકીંગ કોસ્ટની રકમ તેમજ અનાજ વિદ્યાર્થીઓને આપવામાં આવેલ છે.જેમાં બાળકોને ૫૫૦ ગ્રામ ઘઉં અને ૫૫૦ ગ્રામ ચોખાની કુપનનું વિતરણ કરાયું હતું.ધો.૧ થી ૫ ના બાળકોના ખાતામાં ૪.૯૬ રૂપિયા અને ધો. ૬ થી ૮ ₹ના ૬.૯૬ રૂપિયા પ્રતિદિન લેખે ૧૧ દિવસના રૂપિયા ચુકવાશે. બાળકનું ખાતું ન હોય તો સરકાર વાલીઓને સહાયના ૫૪ થી ૭૬ રૂપિયા આપશે. જો વિદ્યાર્થીઓનું ખાતું નઇ હોય તો વાલીઓનાં ખાતામાં આ રકમ જમા થશે. નેત્રંગ તાલુકાની મુખ્ય પ્રાથમિક કુમાર-કન્યા શાળામાં સોશિયલ ડિસ્ટન્સિંગ રાખી અનાજની કુપનનું વિતરણ કરાયું હતું. ૫૫૦ ગ્રામ ચોખા અને ૫૫૦ ગ્રામ ઘઉંની કુપનો વિતરણ કાર્ય બે દિવસમાં પૂર્ણ કરાશે.
નેત્રંગ : પ્રાથમિક શાળામાં ફૂડ સિક્યુરીટી એલાઉન્સીસની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
Advertisement