પ્રાપ્ત માહિતી મુજબ અંકલેશ્વર ડિવિઝનના વિભાગીય પોલીસવડા એમ.પી.ભોજાણીની અધ્યક્ષપણા હેઠળ નેત્રંગ પોલીસ મથકે સામાજીક આગેવાનોની અગત્યની બેઠક યોજાઇ હતી,જેમાં રામભક્ત હનુમાન જ્યંતિની ઉજવણી નિમિત્તે હનુમાન ચાલીસાનો પાઠ દરેક નાગરિકે પોતાના ઘરે જ શાંતિપુર્ણ માહોલમાં કરવાની રહેશે તેવી અપીલ કરાઇ હતી,અને કોરોના વાઇરસના કારણે જાહેરનામાનો ભંગ નહીં થાય તેના માટે પોલીસને સહકાર આપવા જરૂરી સુચનો કયૉ હતા,અને સમગ્ર નેત્રંગ ગામની પોલીસતંત્ર ડ્રોનથી નિગરાની રાખી રહી છે,તેની ચકાસણી કરાઇ હતી,અને રાત-દિવસ જોવા વિના ફરજ બજાવતા પોલીસ કમૅચારીના આરોગ્યની તપાસણી કરવામાં આવી હતી,જ્યારે વિભાગીય પોલીસવડા એમ.પી.ભોજાણીના માર્ગદર્શન હેઠળ નેત્રંગના પત્રકારો અતુલ પટેલ,સ્નેહલ પટેલ,વિક્રમ દેશમુખ,પ્રદિપ ગુજ્જરે ગરીબ વિધવા મહિલાઓને જીવનજરૂરીયાતની ચીજવસ્તુની કીટનું વિતરણ કયુૅ હતું,જે નેત્રંગ પો.સ્ટેશનના પીએસઆઈ બી.એસ.ગામીત,,ઐયુબ પઠાણ,મોહસિન પઠાણ,દિવ્યાંગ મિસ્ત્રી,પ્રકાશ ગામિત,આનંદ ટીંબા,અને ગામના અગ્રણીઓ હાજર રહ્યા હતા.
નેત્રંગમાં કોરોના વાઇરસ બાબતે અંકલેશ્વર વિભાગીય પોલીસ વડાએ અનાજ કિટનું વિતરણ કર્યું.
Advertisement