Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ : વધુ ત્રણ દુકાનદારો વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો અને ત્રણ બાઇકોને ડિટેઇન કરાઇ.

Share

કોરોના વાઇરસને લઈને ૨૧ દિવસનું લોકડાઉન આપવામાં આવતા સરકાર દ્વારા બહાર પાડેલ જાહેરનામનો ભંગ કરતા ગામના ત્રણ દુકાનદારો સામે ૧૪૪ ના ભંગનો ગુનો તેમજ ત્રણ બાઇકો ડિટેઇન કરવામાં આવતા જાગેરનામાંનો ભંગ કરનાર તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામીયો છે.કોરોના વાઈરસને લઈને સરકાર દ્વારા આવશ્યક ચીજવસ્તુની દુકાન ખોલવાનો તંત્રનો આદેશ હોવા છતાં નેત્રંગ ગામમાં અન્ય દુકાનદારોએ દુકાનો ખોલતા નેત્રંગ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ બાલકૃષ્ણ એસ. ગામીત તેમજ સ્ટાફ દ્વારા જાહેરનામાનો ભંગ કરવા બદલ પ્રજાના હિતમાં કડક રીતે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેના પ્રથમ રાઉન્ડમાં પાંચ દુકાનધારકો,એક હેરકટિંગ વાળા સહિત છ અન્ય છ વ્યક્તિઓને ૧૪૪ નો ભંગ કરવા બદલ તેમજ મોટર વ્હીકલ એકટ ૨૦૭ મુજબ ૧૩ વાહનો ડિટેન કરી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બીજા રાઉન્ડમાં ત્રણ દુકાનદારો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યા છે. જેમાં (૧) મોતીભાઈ દેવભાઈ વસાવા. રહે.નેત્રંગ, દેશમુખ ફળિયું, (૨)બીજુબેન નટુભાઈ વસાવા. રહે.નેત્રંગ જિન બજાર પ્રેટોલપંપ ની બાજુમાં (૩) રમીલાબેન નગીનભાઈ માછી. રહે.લાલ મંટોડી, (૪)ગાંધી ગેસ એજન્સી ઉપર જરૂરી અંતર નહિ જાળવવા બદલ ગેસ એજન્સી ઉપર હાજર કર્મચારી મુકેશભાઈ ડી.વસાવા. રહે. દર્શના નગર નેત્રંગ નાઓ વિરુદ્ધ ગુનો નોંધાવવામાં આવલે છે. જ્યારે ત્રણ બાઇક એક બાઇક નંબર પ્લેટ વગરની, (૨)જીજે-૨૨-એલ-૪૧૬૨, (૩)જીજે-૧૯-એજે-૯૫૮૧ પી.એસ.આઈ બાલકૃષ્ણ એસ.ગામીત દ્વારા કડક હાથે કામગીરી કરીને પ્રજાને લોકડાઉનનો અમલ કરવા સુચન કરેલ છે. જો પ્રજા કાયદાનો ભંગ કરશે તો નેત્રંગ પોલીસ દ્વારા ડ્રોન કેમેરા ફરતા કરીને કાયદાનો ભંગ કરતા તત્વો સામે કાર્યવાહી કરવામાં આવશે તેમ નેત્રંગ પોલીસ દ્વારા જાણવવામાં આવેલ છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : નેત્રંગનાં ઝંખવાવ અને માંડવી વચ્ચે કંબોડિયા ગામ નજીક અકસ્માત થતાં 4 વ્યક્તિનાં મોત નીપજયાં.

ProudOfGujarat

કરજણ તાલુકાના માલોદ ગામ નજીક અકસ્માત કરનાર ડમ્પર ચાલક ઝડપાયો.

ProudOfGujarat

ગુજરાત રાજ્યમાં વધતી બેરોજગારી મુદ્દે નર્મદા જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા આવેદન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!