પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકા મથકે આવેલ મસ્જિદ ફળીયામાં રહેતા તા.૧૫-૩-૨૦ ના રોજ નેત્રંગથી દિલ્હી કપડાની ખરીદી કરવા માટે ગયો હતો, અને કપડાની ખરીદી કરીને ૨૧-૩-૨૦૨૦ના સાંજે ચાર વાગ્યે પોતાના ઘરે નેત્રંગ પરત ફયૉ હતો,ત્યારબાદ લોકડાઉન દરમ્યાન આરોગ્ય વિભાગની સર્વેની કામગીરીમાં તેની પત્નીએ અમારા ઘરમાંથી કોઈ બહાર ગયું નથી તેવી ખોટી માહિતી આપી હતી, તેવું જાણવા મળ્યું છે,પરંતુ સલીમનો સાળો દિલ્હીના જમાત પ્રક્રરણમાં નામ બહાર આવતાં તેને પોલીસે અટક કરી તેણે પોલીસ તપાસ દરમ્યાન જણાવ્યું હતું કે,મારા બનેવી નેત્રંગ રહે છે તે પણ મારી સાથે આવેલા હતા,જેથી નેત્રંગ આરોગ્ય વિભાગ અને પીએસઆઇ બી એસ ગામીત એ તેના ઘરે જઈ કાયદેસર કાર્યવાહી કરી તેની તપાસ હાથધરી હતી,પરંતુ કોરોનાનાં લક્ષણો નહીં દેખાતા રાહતનો શ્વાસ લીધો હતો,પરંતુ આરોગ્ય સુખાકારીના કારણે સલીમ હુસૈનના ઘરમાં તેની પત્ની નગમા શેખ ઉ.વ.૩૦ તેની પુત્રી અરીના શેખ અને પુત્ર શાજીત શેખ આ ચારેયને ૧૪ દિવસ માટે કોરેન્ટાઈન કરવામાં આવ્યા હતા.
નેત્રંગમાં દિલ્હીથી પરત ફરેલા યુવકને ઘરના સભ્યો સાથે કોરોન્ટાઇન કરાયા.
Advertisement