Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ ગ્રામપંચાયત દ્વારા ગામને કરાયું સેનેટાઇઝ.

Share

નેત્રંગ ગામે કોરોના વાયરસથી બચવા આખા ગામમાં પંચાયત દ્વારા ઠેરઠેર દવાનો છંટકાવ કરી સેનેટાઇઝ કરવાની કામગીરી કરવામાં આવી. નેત્રંગ ગ્રામપંચાયતે જે હાલ કોરોના વાયરસે વિશ્વભર સહિત ભારત દેશમાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે નેત્રંગ ગામમાં પણ કોરોના વાયરસનો પગપેસારો ના થાય તે હેતુ થી નેત્રંગ ગ્રામ પંચાયત વિવિધ પગલા લઇ રહી છે. તે અંતર્ગત આજ રોજ નેત્રંગ ના મુખ્ય બજાર, તમામ શોપીંગ કોમ્પલેક્ષો, ફળીયાઓમાં દવાનો છંટકાવ કરી સેનેટાઇઝની કામગીરી કરવામાં આવી હતી. આ સેનેટાઇઝ ની કામગીરીમાં પત્રકાર એક્તા સંગઠન ના નેત્રંગ તાલુકાના પ્રમુખ પ્રદીપભાઈ ગુજ્જર દ્વારા ૨૫૦ લિટર દવાનું આયોજન ગ્રામપંચાયત ને કરી આ કાર્યમાં સહયોગ કર્યો હતો. નેત્રંગ ગ્રામપંચાયત દ્વારા સેનેટાઇઝની કામગીરી કરતા ગામલોકોમાં ખુશી ફેલાઇ જવા પામી હતી.

બ્રિજેશ પટેલ :- નેત્રંગ

Advertisement

Share

Related posts

અમદાવાદ-શહેર પોલીસની આજે મેગા ટ્રાફિક ડ્રાઈવ સારંગપુરથી રખિયાલ સુધી યોજાશે ટ્રાફિક ડ્રાઈવ…

ProudOfGujarat

કોરોના સંક્રમણને ગામમાં પ્રવેશતું અટકાવવા મોતાલ ગામ દ્વારા લોક ડાઉનનો ચુસ્ત અમલ કરવામાં આવી રહ્યો છે.

ProudOfGujarat

વડોદરામાં સામાન્ય અકસ્માતમાં જૂથ અથડામણ : 19 આરોપીઓની ધરપકડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!