નેત્રંગ તાલુકાના કોડવાવ ગામમાં છેલ્લા કેટલાય સમયથી દર્શન શાહ નામના એક વ્યક્તિ દ્વારા ગેરકાયદેસર રીતે તારની ફેસીંગ કરી સ્મશાનની જમીન ઉપર પોતાના વેપાર વાણિજ્ય માટે જંગલ રિસોર્ટ બનાવેલ છે. આ જમીન ઉપર વેપાર વાણિજ્ય માટે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત દ્વારા કોઈ પણ જાતની પરવાનગી આપેલ નથી. હાલમાં પણ રિસોર્ટની પાછળ ગામના વડવાઓની કબરો મોજુદ છે. ગ્રામજનોએ જેની જાણ નેત્રંગ પોલીસ સ્ટેશનમાં કરાતાં તેઓ દ્વારા પણ કોઈ વિશેષ કાર્યવાહી હાથ ધરવામાં ન આવી હતી. વધુમાં પોલીસ તંત્ર દ્વારા ખોટી રીતે ધાક ધમકી આપી લોકોને હેરાન પરેશાન કરવામાં આવતા હોવાનો પણ ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. આ બાંધકામને તાત્કાલિક દુરસ્ત કરી રહેઠાણના પ્લોટ તેમજ ગાય ચરણ તથા સ્મશાન માટે ખુલ્લી જગ્યા મળી રહે તે અર્થે આજરોજ કલેક્ટર કચેરી ખાતે ભીલીસ્તાન ટાઇગર સેના દ્વારા આવેદન પત્ર પાઠવી યોગ્ય ન્યાય મળે તેવી માંગણી કરવામાં આવી હતી.
નેત્રંગ તાલુકાના કોડવાવ ગામની જમીન ઉપર ગેરકાયદેસર બનાવેલ જંગલ રિસોર્ટના દબાણને દૂર કરવા માટે કલેક્ટર કચેરી ખાતે ભીલીસ્તાન ટાઇગર સેના દ્વારા આવેદન પત્ર પાઠવાયું.
Advertisement