ક્યાં ક્યાં સુધી મીડિયા અને સંગઠનો સહિત જાગૃત નાગરિકો તંત્ર નું ધ્યાન કેન્દ્રિત કરતા રહેશે…?
ક્યારે પોતે પણ પોતાની ફરજ સમજી પ્રજાની સમસ્યાનું નિરાકરણ કરશે ખરું આ તંત્ર…?
નેત્રંગ તાલુકાનું તંત્ર તેમજ અન્ય સત્તધીશો નોબલ કોરોના(COVID-19) સાથે સાથે બીજા અન્ય જેવાકે ડેંગ્યુ અને મેલેરિયા જેવા રોગો થાય તેની રાહ જોઈ ને બેઠું હોય તેમ જણાય રહ્યું છે. નેત્રંગ માં આવેલ જવાહર બજાર ની સ્થિતિ અત્યારે કય આ રીતની જોવા મળી રહી છે.”આ બેલ મુજે માર” કેમકે નેત્રંગ ના જવાહરબજાર માં ખૂબ મોટી સંખ્યામાં વેપારીઓ ની દુકાનો તેમજ ઘણા લોકોતો આ વિસ્તારમાં વસવાટ પણ કરે છે. જેથી આ બજારોમાં ખૂબ મોટી સંખ્યામાં નેત્રંગ ગામ સહિત આજુ બાજુ ના ગામોમાંથી લોકો ચીજવસ્તુઓ ખરીદવા માટે આવતા હોય છે. કેમકે કોરોના ના આવે તો ડેંગ્યુ કે મેલીરિયા તો આવેશે. જ્યારે છેલ્લા સાત થી આઠ માસ થી જવાહરબજાર ના અમુક વિસ્તારમાં આવેલ ગટર લાઇન ના ઢાંકણ ખુલ્લા જ રાખવામાં આવ્યા છે. જેથી ત્યાંના રહેવાસીઓ ના ઘર વપરાસ નું ગંદુ પાણી આ ગટર લાઇનમાં થી પસાર થાય છે. જેને લઈને જ્યાં જ્યાં ઢાંકણ બેસાડવા માં આવ્યા નથી ત્યાં આ ગંદુ દુર્ગંધ વાળા પાણી થી દુકાન દારો તેમજ ગ્રાહકો હેરાન પરેશાન થઈ ગયા છે. આજ થી સાત-આઠ માસ પૂર્વે નેત્રંગ ગ્રામપંચાયત દ્વારા જવાહરબજાર ના સરકારી દવાખાના ના મેદાન ની આગળના વિસ્તારમાં આવેલ ગટર લાઇન ની સાફસફાઈ કરાવવા માટે આ ઢાંકણ ખોલવામાં આવ્યા હતા. અને સાફસફાઈ પૂર્ણ થતાં જેટલા સારા ઢાંકણ હતા તે ફિટ કરવામાં આવ્યા હતા. જ્યારે જે સાફસફાઈ દરમિયાન ઢાંકણા ટૂટી ગયા હતા. એ આજ દિન સુધી બેસાડવામાં આવ્યા નથી. ત્યાં ના દુકાનદારો દ્વારા આ બાબતે પંચાયત નું ધ્યાન દોર્યું હતું. પરંતુ ઢાંકણા નો ઓર્ડર આપવામાં આવ્યો છે. આવશે ત્યારે ફિટ થઈ જશે તેમ જણાવ્યું હતું. ત્યારે દુકાનદારો માં એમ ચર્ચાઈ રહ્યું છે કે શું આ ઢાંકણા ક્યાં બનાવવા આપ્યા છે. જે સાત-આઠ માસ પૂર્ણ થયા પછી પણ ઢાંકણા આવ્યા નથી. આ જગ્યાએ પાછળ ની બાજુ સરકારી દવાખાનુ મેદાન તેમજ મેદાન ની બાજુમાં સહમૂહિક આરોગ્ય કેન્દ્ર આવેલ છે. અને એની સામે નેત્રંગ તાલુકા સેવાસદન આવેલ છે. અને સેવાસદન ની બાજુ માં પોલીસ મથક પણ આવેલ છે. જેથી ઘણા લોકો પોતાની બાઇક લઈ આ આ દુકાનોની બાજુ માં આવેલ નાનકડી ગલીમાંથી પસાર થાઈ છે. જેને કારણે ઢાંકણા ની જગ્યાએ એટલા વિસ્તારમાં ભૂંગરા ની સુવિધા ઉપલબ્ધ થાય તેવી દુકાનદારો ની માંગ ઉઠી છે. કેમકે આ ઢાંકનાઓ ઉપર થી બાઇકો પસાર થવાથી ઢાંકણા ટૂટી ન જાય. આ ઢાંકણા ખુલ્લા હોવાથી સવારે દુકાન જતા પહેલા આ દુર્ગંધ વાળા ગંદા પાણી માં પગ મૂકી દુકાન માં જવાથી દુકાનદારો ની લાગણી દુભાઈ રહી છે. કેમકે આ ગટર માં પાણી ગંદુ અને કચરો હોવાથી મચ્છરોનો ઉપદ્રવ થઈ શકે છે. જેથી કોરોના વાયરસ આવે કે ના આવે પણ ડેંગ્યુ કે મેલીરિયા જેવા રોગોના એધાન જણાઈ આવે છે. તો વહેલી તકે આ બાબતે તંત્ર તેમજ સત્તધીશો આ સમસ્યા નો ઉકેલ વહેલી તકે લાવે તેવી માંગ દુકાનદારો ની છે.
બ્રિજેશ પટેલ :- નેત્રંગ