કોરોના વાઇરસને લઈને રાજય સરકાર દ્વારા જન આરોગ્યનાં સુખાકારીને લઈને કરેલ આદેશનું પાલન તાત્કાલિક નેત્રંગ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અમલ કરીને આદર્શ નિવાસી શાળા નેત્રંગ ખાતે 300 બેડનો કોરોન્ટાઈન વોર્ડ ઊભો કરાયો છે. જયાં 24 કલાક તબીબો સેવા આપવા કર્મચારીઓ ખડે પગે ફરજ બજાવી રહ્યા છે. કોરોના વાઇરસે દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો છે જયારે કોરોના વાઇરસથી ગુજરાત પણ બાકી રહી શકયું નથી. જયારે આ ભયંકર રોગ સામે તેનો પ્રતિકાર કરવા માટે તમામ પ્રકારની તૈયારીઓ કેન્દ્ર તેમજ રાજય સરકારો દ્વારા કરવામાં આવી રહી છે. કોરોના વાઇરસનો ત્રીજો રાઉન્ડ અતિ ભયંકર હોવાને લઈને રાજય સરકાર દ્વારા તમામ જીલ્લાઓમા તેમજ તાલુકા મથકોએ કોરોન્ટાઈન વોર્ડ તાત્કાલિક ઊભા કરવામાં આવી રહ્યા છે. જેના અનુસંધાનમાં બ્લોક હેલ્થ કચેરી (આરોગ્ય વિભાગ) નાં ડૉ.એ.એન.સીંગ તેમજ આરોગ્ય વિભાગનો સ્ટાફ તેમજ તાલુકાનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં તબીબી દ્વારા તાત્કાલિક ધોરણે નેત્રંગ ટાઉનમાં નેત્રંગ-વાલિયા રોડ પર આવેલ સરકારી આદર્શ નિવાસી શાળા ખાતે તા.16 માર્ચથી લઈને 31 માર્ચ 2020 સુધીનાં દિવસો માટે 300 બેડનો કોરોન્ટાઈન વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે. જ્યાં સતત 24 કલાક આરોગ્ય વિભાગનાં 4 તબીબો સહિત 2 એમ્બ્યુલન્સને રાખવામાં આવી છે. ઉપરોકત તમામ આરોગ્ય વિભાગનાં કર્મચારીઓ કોરોના વાઇરસને લઈને સતત 24 કલાક ખડેપગે રહીને પોતાની ફરજ બજાવશે. કોરોના વાઇરસને લગતી બીમારી કે શંકાસ્પદ કેસ કેસ હોય તો તેવા દર્દીઓને તાત્કાલિક ઉપરોકત જગ્યાએ કોરોન્ટાઈન વોર્ડ ખાતે લાવવા માટે બ્લોક હેલ્થ ઓફિસર ડૉ.એ.એન.સીંગ દ્વારા જાણવા મળ્યું છે.
નેત્રંગનું આરોગ્ય વિભાગ કોરોના વાઇરસને લઈને એલર્ટ આદર્શ નિવાસ શાળામાં 300 બેડનો કોરોન્ટાઈન વોર્ડ ઊભો કરવામાં આવ્યો.
Advertisement